Only Gujarat

Business TOP STORIES

મુકેશ અંબાણીના ઘરે કામ કરતાં પ્લમ્બરને મહિને કેટલો મળે છે પગાર? વિચારી પણ નહીં શકો એ નક્કી

મુંબઈઃ મુકેશ અંબાણી તથા નીતા અંબાણી હાલમાં જ દાદા-દાદી બન્યા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ તાજેતરમાં જ દીકરાને જન્મ આપ્યો છે. એન્ટેલિયામાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે. માત્ર અંબાણી પરિવાર નહીં પરંતુ એન્ટેલિયામાં કામ કરતો પૂરો સ્ટાફ ખુશ થઈ ગયો છે.  મુકેશ અંબાણીના આ એન્ટેલિયાની કિંમત 11 હજાર કરોડ કરતાં પણ વધારે હોવાનું ચર્ચાય છે. 

એન્ટિલિયાની દેખરેખ માટે આશરે 600 સ્ટાફ રાખ્યો હોવાનું માનવામાં આવે છે, જેમાં સિક્યોરિટી ગાર્ડથી લઈ માળી, ઈલેક્ટ્રેશિયન, પ્લમ્બર સહિતના લોકો સામેલ છે. જોકે, તમને ખ્યાલ છે કે અંબાણી પરિવાર પ્લમ્બરને દર મહિને કેટલો પગાર આપે છે. 

વેબસાઈટ લાઈવમિરરડોટકોમના અહેવાલ પ્રમાણે, એન્ટિલિયામાં કામ કરતાં સ્ટાફનો પગાર પ્રતિ માસ બે લાખ રૂપિયા છે. એટલે કે પ્લમ્બરને દર મહિને 2 લાખ રૂપિયા મળે છે.  આ સાથે જ મેડિકલ અલાઉન્સ તથા બાળકો માટે ફ્રી એજ્યુકેશન પણ મળે છે. 

27 માળના આ બંગલામાં આધુનિક રીતે પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે. બાથરૂમમાં પણ આધુનિક સ્ટાઈલના ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ તમામની દેખરેખ માટે કુશળ પ્લમ્બરને કામ પર રાખવામાં આવ્યા છે. 

એન્ટિલિયામાં કેટલાં પ્લમ્બર કામ કરે છે, તે તો ખ્યાલ નથી પરંતુ એન્ટિલિયામાં નોકરી કરવી હોય તો તે માટે આકરી કસૌટીમાંથી પાર થવું પડે છે. 

You cannot copy content of this page