Only Gujarat

National

નશામાં ધૂત અમીર બાપની દીકરી ચલાવતી હતી કાર, હસતા રમતા પરિવારને કર્યો ખેદાન મેદાન

જો કોઈ અમીરીના નશામાં હોય અને ઉપરથી દારૂનો નશો ચડાવે તો તેને શેતાન બનતા વાર નથી લાગતી. આવું જ કંઈક થયું હિમાચલના કાંગડામાં, જ્યાં બે અમીર યુવતીઓ દારૂ પીને પોતાની રેન્જ રોવર કાર પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા, અમીરીની આ નશામાં ધૂત છોકરીઓને તેમની સામે રસ્તા પર કોણ છે તેનો કોઈ જ અંદાજ નહોતો અને થોડા જ સમયમાં તેમણે એક હસતા પરિવારને બરબાદ કરી નાખ્યો.


આ મામલો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનો છે. કાંગડાના પાલમપુરનો પરિવાર દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અંબાલામાં અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં પિતાનું મોત થયું હતું, જ્યારે માતા-પુત્રી અને પુત્ર ઘાયલ થયા હતા. તેની કારને રેંજ રોવર ચલાવતી બે યુવતીઓએ જોરદાર ટક્કર મારી હતી.


હરિયાણાના પાણીપતની રહેવાસી આરોપી યુવતીઓ દારૂના નશામાં ધૂત હતી અને દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર અંબાલામાં રસ્તાની બાજુમાં ઊભેલી એક કારને ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે બંને છોકરીઓના મોંમાંથી દારૂની ગંધ આવી રહી હતી. જોકે, મેડિકલ ટેસ્ટમાં જ તેમની નશામાં હોવાની પુષ્ટિ થશે.


પોલીસ પર પણ હુમલો કર્યો
આ બંને યુવતીઓએ પોલીસ પર પણ હુમલો કરી હંગામો મચાવ્યો હતો. રેન્જરોવર ચલાવતી અમીર ઘરની બે યુવતીઓએ રસ્તા પર ઉભેલી કારને પાછળથી એટલી જોરથી ટક્કર મારી કે કારના પૈડા ઉડી ગયા. પાલમપુરના રાજગઢ ગામથી કારમાં મુસાફરી કરી રહેલો પરિવાર પાણી અને જ્યૂસ પીવા માટે રોકાયો હતો.


જ્યારે પોલીસ અને લોકોએ આરોપી યુવતીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો બંનેએ પોતાની સંપત્તિ બતાવવાનું શરૂ કરી દીધું. તેમણે મહિલા પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. ખૂબ જ મુશ્કેલીથી બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ નશામાં ધૂત છોકરીઓએ એક ઘરની ખુશીઓ છીનવી લીધી. તેમણે જે કારને ટક્કર મારી હતી તેના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


ટક્કર બાદ ત્યાં હાજર લોકોએ કારને ઘેરી લીધી હતી. આ છોકરીઓ દલીલો કરવા લાગી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો યુવતીઓએ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. તેના યુનિફોર્મ પરની નેમ પ્લેટ પણ ઉખડી ગઈ હતી. આ પછી દારૂ પીધેલી યુવતીઓને ભારે મુશ્કેલીથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. હાલ પોલીસે યુવતીઓને કસ્ટડીમાં લઇને કાર્યવાહી શરૂ કરી દીધી છે.


મૃતકની ઓળખ 39 વર્ષીય મોહિત તરીકે થઈ છે. આ અકસ્માતમાં તેમની પત્ની દિપ્તી, પુત્રી આરોહી અને પુત્ર આશવી ઘાયલ થયા હતા. બંને આરોપી યુવતીઓની ઓળખ વરિયતા અને શ્રેયા તરીકે થઈ છે, જે બંને પાણીપતની રહેવાસી છે. પોલીસ સ્ટેશનમાં બેસીને પણ આ તેમનું વલણ ઢીલું પડ્યું નહીં. તેણે મીડિયા કેમેરો જોયો અને પહેલા પોતાનો ચહેરો છુપાવવાનું શરૂ કર્યું, પછી તેણે ઉલટું પોલીસકર્મીઓને દોષી ઠેરવવાનું શરૂ કર્યું.

You cannot copy content of this page