Only Gujarat

Gujarat

એસયુવી કારનું પડીકું વળી ગયું, યુવક-યુવતીના કમકમાટીભર્યા મોત

એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક અને યુવતીના હચમચાવી દેતા મોત નિપજ્યા હતા. ટ્રક સાથે ટકરાતા હેરિયર કારનો બુકડો બોલી ગયો હતો. યુવકની ઓળખ હર્ષ ભાલાળા તરીકે થઈ છે. જ્યારે યુવતીની ઓળખ થઈ શકી નથી. આ આઘાતજનક બનાવને પગલે બંન્નેના પરિવાર પર આભ ફાટી પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નજીકના કોઠારીયા ગામે રહેતા અને રાજકોટ શહેરના ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતા 22 વર્ષીય હર્ષ ભરતભાઈ ભાલાળા ટાટા હેરિયર કાર લઇ ગોંડલ તરફ આવી રહ્યા હતા. ત્યારે ભુણાવા ચોકડી પાસે ટ્રક સાછે અકસ્માત સર્જાતા પરિવારમાં એકના એક એવા આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઠારીયાના યુવાનોનું મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો સારવાર દરમિયાન તે યુવતીનું પણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં અન્ય એક યુવતી ઘાયલ હોય તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરિમયાન યુવતીનું પણ મોત નીપજ્યું હતુ. બનાવની જાણ હર્ષ ભાલાળાના પરિવારજનોને થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માત અંગેની વધુ તપાસ તાલુકા પોલીસના જમાદાર એએસઆઈ બીએમ જાડેજાએ હાથ ધરી હતી.

You cannot copy content of this page