Only Gujarat

Gujarat

પ્રેગ્નન્ટ ટીચર પોતાનાથી અડધી ઉંમરના વિદ્યાર્થી સાથે પરાણે કરતી સેક્સ, પછી જે થયું એ…

શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો ઘણાં જ પવિત્ર હોય છે. જોકે, આજના આધુનિક સમયમાં આ સંબંધોનું પણ કોઈ મહત્ત્વ રહ્યું નથી. આજે વિદ્યાર્થી પોતાના શિક્ષકને માન સન્માન આપતો નથી તો સામે શિક્ષક પણ પહેલાં જેવા રહ્યા નથી. થોડાં સમય પહેલાં જ પ્રેગ્નન્ટ મહિલા ટીચરની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ હત્યાની ગુથ્થી ઉકેલી છે.

શું છે ઘટનાઃ અયોધ્યામાં ગર્ભવતી મહિલા ટીચર સુપ્રિયા વર્મા (32)ની હત્યા 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ કરી છે. આ વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષ છે. ટીચર સગીર વિદ્યાર્થી સાથે રિલેશન બનાવવાનું દબાણ કરતી હતી. વિદ્યાર્થી શિક્ષિકાથી પીછો છોડાવવા માગતો અને તેથી જ તેણે હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો. આરોપી વિદ્યાર્થી, ટીચરના ઘરની બાજુમાં રહેતો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે.

મહિલા ઘરમાં એકલી હતીઃ પોલીસે કહ્યું હતું કે પહેલી જૂનના રોજ સુપ્રિયા પોતાના ઘરમાં એકલી હતી. મહિલાનો પતિ તથા માતા બેંકમાં ગયા હતા. ઘરના ઉપરના માળે કામ ચાલતું હતું. અહીંયા સાત મજૂરો કામ કરતાં હતાં. વધુમાં પોલીસે કહ્યું હતું કે ટીચરની માતા તથા પતિ બહાર ગયા એટલે સગીર વિદ્યાર્થી આવી ચઢ્યો હતો. તે ઘરેથી લાંબો સળિયો લઈને આવ્યો હતો. ઘરની અંદર આવતા જ તેણે ટીચર પર હુમલો કર્યો હતો અને હત્યા કરી હતી. પછી ફરાર થઈ ગયો હતો.

ટીચરની પાસે વિદ્યાર્થીના ફોટો-વીડિયો હતાઃ સુપ્રિયાનો પતિ સરકારી સ્કૂલમાં ટીચર છે. સુપ્રિયા પ્રાઇમરી ટીચર હતી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે સુપ્રિયાની પાસે સગીર વિદ્યાર્થીના ફોટો તથા વીડિયો હતો. તે આ તસવીરો-વીડિયો બતાવીને બ્લેકમેલ કરીને વિદ્યાર્થીને સંબંધ બનાવવા માટે મજબૂર કરતી હતી. વીડિયો કેવી રીતે સુપ્રિયા પાસે આવ્યા તેની તપાસ હજી ચાલુ છે. આરોપી વિદ્યાર્થીએ હાલમાં જ 12માની એક્ઝામ આપી છે. તેના પિતા પ્રાઇવેટ સ્કૂલમાં મેનેજર છે.

પોલીસે કહ્યું હતું કે સગીરે હત્યામાંથી ધ્યાન ભટકાવવા માટે લૂટનું તરકટ રચ્યું હતું. તિજોરીનું તાળું તોડી નાખ્યું હતું. અહીંથી 50 હજાર રોકડા તથા અન્ય સામાનની ચોરી કરી હતી. પોલીસને આરોપીના ઘરેથી 50 હજાર રૂપિયા, જ્વેલરી તથા હત્યામાં સામેલ સળીયો મળી આવ્યો હતો.

ટી શર્ટની મદદથી પકડાયોઃ પોલીસે કહ્યું હતું કે વિદ્યાર્થી ટી શર્ટને કારણે પકડાયો હતો. ઘટનાબાદ પોલીસે 700થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. સુપ્રિયા વર્માના ઘરની બહાર થોડે દૂર લાગેલા સીસીટીવીમાં એક છોકરો સફેદ-બ્લેક રંગની ટી શર્ટમાં જોવા મળ્યો હતો. પોલીસે દુકાનદારોને આ ટી શર્ટ અંગે પૂછપરછ કરી હતી. જોકે, કંઈ જ માહિતી મળી નહોતી. પોલીસે 500થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.

ઓનલાઇન શોપિંગ સાઇટ્સને મેલ કરીને તે ટી શર્ટ અંગે માહિતી મેળવી હીતી. ત્યારબાદ ફ્લિપકાર્ટથી ખબર પડી કે તે ટી શર્ટ ત્યાંની છે. અયોધ્યામાં જે જગ્યાએ ડિલિવર કરવામાં આવી ત્યાંનું એડ્રેસ પણ મળ્યું હતું. પોલીસ જ્યારે એડ્રેસ પર આવી તો વિદ્યાર્થી ભાગ્યો હતો. પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે હત્યા કરી હોવાની વાત કબૂલી હતી.

ટીચરે ક્યારેય મોબાઈલથી વાત કરી નથીઃ પોલીસે કહ્યું હતું કે આ કેસ પૂરી રીતે બ્લાઇન્ડ હતો. ટીચરના મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સાથેની વાતચીતનો કોઈ રેકોર્ડ નહોતો. બંનેએ ના તો ફેસબુક પર કે ના તો મોબાઇલ પર વાત કરી હતી. બંને સામ-સામે જ વાત કરતા હતા. આથી જ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ક્લૂ મળ્યો નહોતો. પરિવાર ને આસપાસના લોકોએ પણ વિદ્યાર્થી પર શંકા વ્યક્ત કરી નહોતી.

માત્ર 22 મિનિટમાં હત્યા કરી નાખીઃ આરોપી વિદ્યાર્થીએ માત્ર 22 મિનિટમાં હત્યાને અંજામ આપ્યો હતો. પિતા તથા માતા જ્યારે પરત આવ્યા ત્યારે ટીચર ફ્લોર પર લોહીથી લથબથ હાલતમાં પડી હતી. પતિને લાગ્યું કે બાળક અંગેની કોઈ સમસ્યા હશે અને તેથી જ ડૉક્ટર પાસે ગયા તો હત્યાની જાણ થઈ હતી.

You cannot copy content of this page