સિંગર વિજય સુવાળાને લગ્નમાં મળ્યો હતો આઈફોનથી પણ મોંઘો મોબાઈલ, કોણે આપી હતી આ ગિફ્ટ?

આજકાલ ગુજરાતી મ્યુઝિક પોગ્રામ અને ગીતોનો જમાનો આવ્યો છે. હાલ અનેક સિંગર્સ સંઘર્ષનો સામનો કરીને ખંત-મહેનતથી આગળ આવ્યા છે. એક સમયે ગરીબીમાં જીવતા આ સિંગરો આજે હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. સેલિબ્રિટીઓના મોભાની જેમ તેમને મળતી ગિફ્ટ પણ મોંઘી હોય છે. થોડા સમય પહેલાં જ ગુજરાતના ફેમસ સિંગર વિજય સુંવાળાને હાઈફાઈ ગેલેક્સી ફોલ્ડટુ 5જી મોબાઈલ ગિફ્ટમાં મળ્યો હતો.

વિજય સુંવાળાએ ગયા ફેબ્રુઆરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. જેના બીજા દિવસે રિસેપ્શન હતું. જેમાં કિર્તીદાન ગઢવીથી લઈને ગીતા રબારી સુધીના સિંગરે હાજર રહી ગીતોની રમઝટ બોલાવી હતી. આ સાથે સાથે મહેમાનો વરરાજા વિજય સુવાળાને ગિફ્ટ પણ આપતા જતા હતા.

દરમિયાન અમુક મહેમાનોએ સ્ટેજ પર આવી વિજય સુવાળાને ફેન્સી મોબાઈલ ગિફ્ટ કર્યો હતો. વિજય સુવાળાએ મહેમાનોના હાથે ગિફ્ટનો સ્વિકાર કરી ફોટો પણ પડાવ્યા હતા. વિજય સુવાળાને આ મોબાઈલ તેના મિત્રોએ ગિફ્ટમાં આપ્યો હતો.

વિજય સુવાળાને સેમસંગનો Galaxy Z Fold2 5G મોબાઈલ ગિક્ટમાં મળ્યો હતો. અત્યારે આ મોબાઈલની ઓનલાઈન કિંમત અંદાજે 1.30 લાખ રૂપિયા છે. આ ફોલ્ડેબલ મોબાઈલમાં 7.6 ઈંચની સ્ક્રીન છે. આ ફોન દેખાવમાં ખૂબ સ્ટાઈલીશ લાગે છે.

આ જાજરમાન લગ્નમાં ડાયરાના મોટાભાગના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી પ્લોટમાં યોજાયેલા ભવ્ય લગ્નમાં વિજય સુંવાળા વાજતે-ગાજતે જાન લઈને આવ્યા હતા. લગ્નના રિસેપ્શનમાં ડાયરના અનેક કલાકારો આવ્યા હતા. કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, ગીતા રબારી, ગમન સાંથલ, કાજલ મહેરિયા, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

એકદમ સરળ સ્વભાવના વિજય સુવાળાએ તેમના નામની પાછળ અટક તરીકે પોતાના ગામના નામ સુવાળાને જોડ્યું છે. ગુજરાતભરમાં આજે પોતાના અવાજથી જાદુ ચલાવનાર વિજય સુવાળા શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. વિજય સુવાળાએ દોઢ મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા. વિજય સુવાળાએ પ્રિયંકા દેસાઈ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

લગ્નમાં સિંગર કિંજલ દવેએ ગરબાની રમઝટ બોલાવી હતી. એટલું જ નહીં કિંજલ દવેએ વરરાજા વિજય સુંવાળા સાથે ગરબા પણ લીધા હતા. વરરાજા વિજય સુવાળાએ કિંજલ દવે પર પૈસાનો વરસાદ પણ કર્યો હતો. આ લગ્ન પરંપરાગત રીતે થયા હતા. જાનમાં જાનૈયાઓ મન મૂકીને નાચ્યા હતા. લગ્નના રિસેપ્શનમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિસેપ્શનમાં ભવ્ય સેટ પર નવદંપતીએ મહેમાનો સાથે ફોટો પડાવ્યા હતા.

વિજય સુવાળાને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો. મોટાભાઈ અને પિતા સાથે ગાતા હતા. તેમના પિતાએ તેમને ટુ-વ્હિલર લઈ આપ્યું હતું, એ ફેરવતી વખતે પણ ગાતા રહેતા હતા. નાનપણ તેમને હિન્દી ગીતો ગાવાનો શોખ હતો. તમને જાણીને નવાઈ લાગશે કે વિજય સુવાળાએ સિક્યુરિટીની નોકરી કરી છે. તેમણે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલમાં સિક્યુરિટીની નોકરી હતી. બાદમાં તેમણે વોડાફોન કસ્ટમર કેર અને મારુતી સુઝુકીના કસ્ટમર કેરમાં નોકરી કરી હતી.

વિજય સુવાળાએ બે ટ્રાયે ધોરણ 12 પાસ કર્યું છે. તેમણે અમદાવાદની નવગુજરાત કોલેજમાંથી બીએ કર્યુ છે. તેઓ કોલેજ વખતે નોકરીની સાથે જોબ પણ કરતાં હતા. નોકરીમાંથી છુટ્યા પછી એક મિત્રો સાથે કીટલી પર નાસ્તો કરવા જતાં હતા. ત્યાં વિજય સુવાળા મિત્રોને ગીતો ગાઈને સંભળાવતા હતા. મિત્રોના આગ્રહથી તેઓ પ્રોફેશનલ મ્યુઝિકમાં ઝંપલાવ્યું હતું. વિજય સુવાળાને વિહત માતાજી પર અપાર શ્રદ્ધા છે. તેમણે પહેલી કેસેટ પણ તેમના પર જ બનાવી હતી. જોકે તેમાં જોઈએ એટલી સફળતા મળી નહોતી.

વિજય સુવાળાએ સિંગિગમાં પણ ખૂબ સંઘર્ષ કર્યો છે. તેઓના જણાવ્યા પ્રમાણે પ્રથમ વખત ગાવાનું શરૂ કર્યું ત્યારથી લઈને બે વર્ષનો સમય ખૂબ કપરો રહ્યો હતો. કોઈ કમાણી થતી નહોતી. ઉલ્ટા પોગ્રામ કરીને ઘરે આવીએ તો 5 હજાર રૂપિયા ઉમેરવાના થતા હતા. ખિસ્સાના પૈસા વપરાઈ જતાં હતા અને ગાડીમાં ડિઝલ પૂરાવાના પૈસા પણ બચતા નહોતા.

વિજય સુવાળા એ સંઘર્ષના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે નુકસાન થતું હતું અને ઉપરથી નામ થતું નહોતું. એ સમયે હું બહુ ડિપ્રેશનમાં હતો. પણ મને વિહત માતાજીમાં શ્રદ્ધા હતી. એક દિવસ હૈયુ ભરાઈ ગયું હતું. આંખમાં આંસુ આવી ગયા હતા. હું બાથરૂમાં એક કલાક રડ્યો હતો. મને જિંદગી પર અફસોસ થતો કે ભગવાને મારી સામે કેમ નથી જોતો. જોકે મને માતાજી અને નસીબ પર વિશ્વાસ હતો અને મારું પણ નસીબ ચમક્યું હતું. મને મારા પપ્પાએ પણ ખૂબ સપોર્ટ કર્યો હતો.

વિજય સુવાળાએ સૌ પહેલું પર્ફોર્મન્સ દહેગામના સાતડા ગામે હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં આપ્યું હતું. વિજય સુવાળાનું પહેલું સુપરડુપર હિટ ગીત ‘ગાંજો પીધો રે બાવા ગાંજો પીધો’ હતું. વિજય સુવાળાનું પોતાનું ફેવરિટ સોંગ ‘ના બોલો તો કંઈ નહી હસો તો ખરા’ સોંગ છે.

વિજય સુવાળા નવા ગાયકોને મેસેજ આપતાં જણાવે છે કે મેરું પર્વતની જેમ અડગ રહેવું જોઈએ અને કોઈ દિવસમાં જિંદગીમાં હાર ન માનવી. કુદરત એક દિવસ તમારી સામે જુવે જ છે. વિજય સુવાળાને બાળપણમાં હિન્દી ગીતો સાંભળવાનો ખૂબ શોખ હતો. નુસરત ફતેહઅલી ખાન અને હિમેશ રેશમિયા તેમના ફેવરિટ સિંગર છે. આજે વિજય સુવાળાના પોગ્રામમાં લાખોની સંખ્યામાં ચાહકો આવે છે. વિજય સુવાળા પણ એક પોગ્રામના હજારો રૂપિયા લે છે. તે જ્યાં જાય ચાહકો તેમને ઘેરી લે છે.

You cannot copy content of this page