આ ગુજરાતી યુવકે ગંભીર બિમારી સામે એક જુસ્સાસભેર લડત આપી ને જીત્યો જંગ

અમદાવાદ: આ કહાણીનો નાયક જીવનમાં ગંભીર બિમારી સામનો કરે છે. 27 વર્ષની ઉંમરથી આ યુવાન ગંભીર બિમારી સામે એક જુસ્સાસભેર લડત આપે છે અને સફળ થાય છે. અઢાર વર્ષથી આ યુવાન તેની ગંભીર બિમારીને હાથતાળી આપી રહ્યો છે અને આનંદથી જીવન વ્યતિત કરી રહ્યો છે. આ કિડની રોગ (સીકેડી)ના દર્દી ઉમેશ દેસાઇની કહાણી છે. ઉમેશ દેસાઇ થોડાં જ વર્ષોમાં જીડીપી એટલે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગામના સૌજન્યથી તેમની વાસ્તવિક જીવનની સફળતાની કહાણીની રજત જયંતિ સુધી પહોંચશે.

45 વર્ષીય ઉમેશ દેસાઇ ગુજરાત સરકાર દ્વારા વિસ્તરિત કરાયેલી વિશ્વ સ્તરીય ડાયાલિસિસ સુવિધાને પગલે ઘણા વર્ષોથી એન્ડ-સ્ટેજ-રેનલ-ડિસીઝ (ઇએસઆરડી)ની સ્થિતિ સામે લડત આપી રહ્યાં છે. જ્યારે તેમના બાયોપ્સીના રિપોર્ટ પરથી કિડની ફેઇલની પુષ્ટિ થઇ ત્યારે તેમની સામે તમામ અંધકારમય હતુ. દુર્ભાગ્યવશ કિડની પ્રત્યારોપણ માટે યોગ્ય મેળ શોધવા માટેના પ્રયત્નો પણ વિફળ નીવડ્યા. ડાકોરના વતની અને ભગવાન કૃષ્ણમાં અપાર શ્રદ્ધા ધરાવતા ઉમેશે અંતે માત્ર નિયમિત ડાયાલિસિસ સાથે પસાર થઇ તેમની ઇએસઆરડી સ્થિતિ સામે લડત આપવાનો નિર્ણય કર્યો.

રાજ્યવ્યાપી ડાયાલિસિસ સેન્ટર્સનું નેટવર્ક ધરાવાતા અને ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) દ્વારા સંચાલિત કરવામાં આવતો ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ દુનિયામાં ક્યાંય પણ કિડનીની દર્દીઓ માટે સૌથી વિશાળ ગર્વમેન્ટલ ક્રિટિકલ હેલ્થ પ્રોગ્રામની એક જમીની સ્તરની સફળતાની ગાથા છે.

“હું માત્ર ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના કારણે સ્વસ્થ જીવનનો આનંદ માણવા સક્ષમ બન્યો છું કે જે મારા જેવા દર્દીઓ માટે વરદાન છે. અહીં ડાયાલિસિસની શ્રેષ્ઠત્તમ ગુણવત્તા છે અને મારા જેવા વ્યક્તિને સામાન્ય વ્યક્તિની જેમ સ્વાસ્થ્ય જાળવવા માટે મદદરૂપ થાય છે.” – તેમ જણાવતા ઉમેશે વધુમાં ઉમેર્યું કે તે જીડીપીના 465 ડાયાલિસિસ મશીન્સ સાથેના 46 કેન્દ્રોના નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં ક્યાંય પણ આ લાભ મેળવી શકે છે. “જે ગુજરાતમાં પ્રવાસ કરવાનો થાય તે સ્થિતિમાં મારે આઇકેડીઆરસી ખાતે આવેલા જીડીપી કમાન્ડ સેન્ટરને જાણ કરવાની રહે છે, જેઓ બીજા દિવસે હું જ્યાં પ્રવાસ કરી રહ્યો છું તે સ્થળની નજીકમાં જ ડાયાલિસિસ માટે મારી એપોઇનમેન્ટને સુનિચિત્ત કરે છે.” દેસાઇએ વધુમાં જણાવતા તે વાત પર ભાર મૂક્યો કે જીડીપી નેટવર્કે તેમના માટે વ્યવસાયિક અને સામાજિક વ્યવહારોને સંભવ બનાવે છે.

રાજ્યમાં 52,000થી પણ વધુ ઈએસઆરડી દર્દીઓ છે, પરંતુ માત્ર 16,000 દર્દીઓ ગુજરાતમાં ઉપલબ્ધ ડાયાલિસિસ માળખાના માધ્યમથી લાભ મેળવી રહ્યાં છે. “આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઇચ્છતા હતા કે અમે રાજ્યભરમાં કોઇ પણ દર્દીના ઘરની 30 કિલોમીટરના અંતરમાં ડાયાલિસિસ સુધી ઉપલબ્ધ કરાવી મુસાફરીનો સમય ઘટાડીએ. તેમની આ દીર્ધદ્રષ્ટિને સાકાર કરવા માટે અમે મોટી સંખ્યામાં સેન્ટર્સ વધારવા માટે દ્રઢ સંકલ્પિત છીએ.” – તેમ આઇકેડીઆરસી-આઈટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું.

જીડીપી અને તેના નેટવર્ક સેન્ટર્સ અંતર્ગત અપાતી ડાયાલિસિસ ગુણવત્તાની સફળતા સખ્તાઇથી એક વખત વપરાતી સામગ્રીઓ, ઑનલાઇન બાયકાર્બોનેટ, ફેરિક કોર્બોક્ઝિમાલ્ટોઝ અને ઈપીઓ ઈંજેક્શન, સંપૂર્ણ રીતે સ્વચાલિત આરઓ પ્લાન્ટ અને પીઇએક્સ પાઇપ આરઓ જળ વિતરણ અને નેટવર્ક સેન્ટરના ઇલેક્ટ્રોનિક ડેટા મેનેજમેન્ટની કેન્દ્રિય દેખરેખ અને અન્ય પર આધાર રાખે છે. આ કેન્દ્રો પર ડાયાલિસિસ કરાયેલા આશરે 3000 દર્દીઓના મેડિકલ રિપોર્ટનું નિયમિતપણે મૂલ્યાંકન કરવામાં આવે છે અને જીડીપીના ડાયાલિસિસની ગુણવત્તાની દેખરેખ માટે ત્રિસ્તરીય ચકાસણી કરવામાં આવી છે.

“અમારા નેટવર્ક કેન્દ્રોની મુલાકાત લેનારા દર્દીઓએ 300 ટેક્નિશિયન અને સહાયક કર્મચારીઓ કે જેઓ તેને વ્યવસાયિક રૂપથી સંચાલન કરે છે તેમની સખત મહેનતના કારણે અમારા દ્વારા અપાતી ડાયાલિસિસ સુવિધામાં પરમ વિશ્વાસ દાખવ્યો છે.” તેમ જણાવતા ડૉ. મિશ્રાએ જણાવ્યું કે ભુજ અને ગાંધીધામમાં ટૂંક સમયમાં જ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં જીડીપીની ઉપસ્થિતિની ખાતરી કરવામાં આવશે.