Only Gujarat

Gujarat

પિતાએ સદગત દીકરીને યાદમાં પરબ બાંધી, વટેમાર્ગુની તરસ છીપાશે

ગુજરાતમાં સદગત દીકરીને યાદમાં એક પિતાએ સમાજને ઉદાહરણ પૂરું પાડતું સુંદર કામ કર્યું છે. પિતાએ દીકરીને યાદમાં લોકોની તરસ છીપાવતી પરબ બાંધી છે. હળવદ તાલુકાના જૂના બુટવડા ગામના પરિવારે સદગત દીકરીની યાદમાં પાણીનું પરબ બાંધી છે. આ પરબને ખલ્લી મૂકવામાં આવી છે, જેથી અહીંથી પસાર થતા લોકોની પાણીની તરસ છીપશે.

હળવદ તાલુકાના જૂના બુટવાડા ગામે રહેતા લખમણભાઇ નંદેસરીયાની દીકરી સંગીતા ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલેથી ઘરે પરત આવ્યા બાદ નદીએ પાણી ભરવા જતાં નદીના પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે, ભારે શોધખોળ બાદ જે તે સમયે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવારજનોની ઈચ્છા હતી કે ગામને પાદર વટેમાર્ગુઓ માટે પાણીનું પરબ બાંધવામાં આવે.

આમ દીકરીની યાદમાં પરિવારજનોએ લીલાપર- બુટવડા રોડ પર પાણીનું પરબ બાંધી આપ્યું છે અને આજે આ પરબને પરિવારજનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે જેથી અહીં થી પસાર થતાં વટેમાર્ગુને પીવા માટે પાણી મળી રહેશે. હજુ પરિવારજનો દ્વારા બાપા દીકરીની યાદમાં બાપા સીતારામની મઢૂલી બનાવવાનું પણ નક્કી કર્યું છે.

You cannot copy content of this page