Only Gujarat

FEATURED National

પોલીસને પણ શંકા ના જાય એ રીતે ચોકીની બાજુમાં જ ચાલતું હતું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ

હરિયાણા જિલ્લાના ફરીદાબાદના વલ્લભગઢમાં રાજા નાહરસિંહ મેટ્રો સ્ટેશન નજીક નવલુ કોલોનીમાં એક મકાનમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે ઘરે દરોડો પાડ્યો હતો અને ત્રણ મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે મકાનમાલિક સહિત આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે. મકાનમાં ચાલતો ધંધો એવી શાતિર રીતે ચલાવવામાં આવી રહ્યો હતો કે થોડી દૂર રહેલાં બસ સ્ટેશનની પોલીસચોકીને તેની જાણ સુદ્ધાં નહોતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મકાનમાં કોઈ પાડોશી જતા ન હતા. ઘરમાં રહેતા લોકોનો આજુબાજુના લોકો સાથે બહુ સબંધ નહોતો. લોકો રોજ બહારથી આવતા હતા. પોલીસ કાર્યવાહીમાં ફસાયેલી એક મહિલાની ઉંમર 22 વર્ષ છે, જ્યારે બે મહિલાઓ 32 વર્ષથી વધુ ઉંમરની છે.

ઘટના સ્થળેથી ચાર યુવાનોની ધરપકડ પણ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ગ્રાહકો એકબીજાની માહિતીથી આવ્યા હતા. નવા લોકોનો સંપર્ક કરવામાં આવતો ન હતો. પોલીસ મથકના ઇન્ચાર્જ સુદીપ કુમારે જણાવ્યું હતું કે, ઘર આહિરવાડાના રહેવાસી ભોલુના નામે છે.

પોલીસે મકાનમાલિક વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે. તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત એક મહિલા, બે મહિલાઓ અને ચાર યુવકોને સ્થળ પરથી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તમામને જેલ મોકલવામાં આવ્યા છે.

You cannot copy content of this page