Only Gujarat

National

સરકારી ક્વાર્ટરમાં ફ્રિઝમાંથી મળી મહિલાની લાશ. બળાત્કાર બાદ કરવામાં આવી હત્યા

યમુનાનગર: હરિયાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને જોઈ પોલીસવાળા પણ દંગ રહી ગયા હતા. એક સરકારી ક્વાર્ટરમાં ફ્રિઝની અંદર 57 વર્ષીય મહિલાની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. પોલીસકર્મીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પરંતુ અત્યારસુધી મર્ડર મિસ્ટ્રી મામલે કોઈ જ સફળતા પોલીસને મળી નથી.

બળાત્કાર કર્યા બાદ મહિલાની હત્યા કરવામા આવી
વાસ્તવમાં આ ઘટના મંગળવારે મોડી રાતે યમુનાનગરની રેલવે વર્કશૉપ કોલોનીથી સામે આવી હતી. જ્યાં એક સરોજ નામની 57 વર્ષીય મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સૂચના મળતાની સાથે જ યમુનાનગરના એસપી કમલદીપ ગોયલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, હત્યા કર્યા અગાઉ મહિલા સાથે રેપ કરવામાં આવ્યો હતો. જે પછી તેની ઘાતકી હત્યા કરવામા આવી હતી.

અડધુ શરીર ફ્રિઝમાં તો અડધુ બહાર….
પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલા રેલવે વર્કશૉપની કેન્ટિનમાં કામ કરતી હતી અને તે સરકારી ક્વાર્ટરમાં એકલી રહેતી હતી. 2-3 દિવસથી મહિલાના ઘરમાં કોઈ એક્ટિવિટી થતી ના જોવા મળી તો પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચી તો ત્યાં કપડા વગર મહિલાનું શરીર અડધું ફ્રિઝમાં અને અડધું બહાર જોવા મળ્યું હતું. એસપીએ કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે વધુ માહિતી મળી શકશે.

You cannot copy content of this page