Only Gujarat

National

પરણિત પ્રેમિકાએ યુવકને ઘરે મળવા બોલાવ્યો, મહિલાના સાસરીવાળાએ પકડી લીધો રંગેહાથ અને…

બાંકા, બિહાર: એક યુવક પોતાના નવા-નવા લગ્ન થયા હોવાછતાં પત્નીને છોડી 4 બાળકોની માતા સાથે પ્રેમ કરતો હતો. બંનેના આડાસંબંધોના કારણે પ્રેમિકાના પરિવારજનો નારાજ હતા અને આ અંગે ઘણીવાર પંચાયત પણ બોલાવવામાં આવી હતી, પરંતુ પ્રેમમાં આંધળા બનેલા બંનેએ પોતાની હરકતો બંધ કરી નહીં. જે પછી પ્રેમિકા મહિલાના ઘરે જ યુવકને રંગેહાથ પકડવામાં આવ્યો, જે પછી ગુસ્સામાં મહિલાના પરિવારજનોએ તેને ઢોર માર માર્યો હતો, જેના કારણે યુવકનું મોત થયું હતું. આ ઘટના લોઘમ પંચાયતની છે.

મહેશ નામનો યુવક બેંગલુરુમાં રહી નોકરી કરતો હતો, તે લૉકડાઉનમાં ઘરે આવ્યો હતો. આ દરમિયાન પરિવારજનોએ તેના લગ્ન કરી દીધા. પરંતુ મહેશના ગામની જ એક મહિલા લલિતા સાથે છેલ્લા 3 વર્ષથી આડાસંબંધો હતા. રામકિશન યાદવની પત્ની લલિતા 4 બાળકોની માતા હતી. બંનેના આડાસંબંધની માહિતી મળવા પર રામકિશનના પિતાએ ઘણીવાર પંચાયત બોલાવી હતી. પરંતુ, મહેશ અને લલિતાએ પોતાના આડાસંબંધનો અંત લાવવા તૈયાર નહોતા.

પ્રેમિકા લલિતાએ મંગળવારે પ્રેમી મહેશને ઘરે બોલાવ્યો હતો. પરંતુ મહિલાના પરિવારજનોએ તેને રંગેહાથ પકડી લીધો હતો. તે પછી લલિતાના પરિવારજનોએ મળીને મહેશને થાંભલા સાથે બાંધી તેને ઢોર માર માર્યો હતો. જેના કારણે મહેશનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળે પહોંચી અને પ્રેમિકા તથા તેના પતિની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાએ પોતાના પતિ પર આડાસંબંધની શંકા કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે એસઆઈ રાજેશ ઝાએ કહ્યું કે, પ્રારંભિક તપાસમાં આડાસંબંધોના પ્રકરણમાં હત્યાની પૃષ્ટિ થઈ છે. હાલ મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

You cannot copy content of this page