Only Gujarat

Bollywood

એક્ટરની પત્નીએ શાહરૂખ અને કરણ જોહરને લીધે આડેહાથ, જાણો શું કર્યા ચોંકવાનારા ખુલાસાઓ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો રોજ-રોજ ગરમાઈ રહ્યો છે. તેણે આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો હજી નથી થયો. પરંતુ તેના ચાહકો સતત કરણ જોહર, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, યશરાજ ફિલ્મ્સને ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે સુશાંતના મોતનું કારણ ઈન્ડસ્ટ્રીમાં થતી જૂથબાજી છે. હવે સોશિયલ મીડિયા પર નેપોટિઝમને લઈને મોટી બહેસ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો નેપોટિઝમની સામે ખુલીને બહાર આવી રહ્યા છે. અનેક સેલેબ્સે બોલીવુડની પૉલ ખોલી છે. હવે દિવંગત અભિનેતા ઈન્દર કુમારના પત્ની પણ સામે આવ્યા છે. જેમણે કરણ જોહર અને શાહરુખ ખાન પર નિશાન સાધ્યું છે.

સરકાર એક્શન લે તેવી કરી અપીલ
ઈંદર કુમારની પત્ની પલ્લવીએ કરણ જોહર અને શાહરુખ ખાન બંને પર ગંભીર આરોપ લગાવ્યા છે અને સરકારને ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમ સામે એક્શન લેવાની વાત પણ કરી છે. પલ્લવીએ જણાવ્યું કે મોતના કેટલાક સમય પહેલા જ ઈંદર કુમાર સતત કામની શોધમાં લોકોને મળી રહ્યા હતા. પરંતુ કોઈએ તેની મદદ ન કરી.

તેમણે એક કિસ્સો શેર કરતા જણાવ્યું-હાલ સૌ નેપોટિઝમની વાત કરે છે. સુશાંત સિંહની જેમ મારા દિવંગત પતિએ પણ પોતાના દમ પર ઓળખ બનાવી હતી. મને યાદ છે કે મોતના કેટલાક સમય પહેલા તેઓ કામ માટે બે જાણીતા લોકોને મળ્યા હતા. જો કે આ દરમિયાન તેઓ બે નાના પ્રોજેક્ટ કરી રહ્યા હતા પરંતુ તેઓ મોટી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતા હતા. આ દરમિયાન હું તેમની સાથે હતી અને મારી સામે આ બધું થયું. અમે કરણ જોહર અને શાહરુખ ખાન પાસે ગયા હતા.

2 કલાક જોવડાવી રાહ
તેમણે કહ્યું કે કરણ જોહરે પોતાની વેનની બહાર લગભગ બે કલાક રાહ જોવડાવી અને પછી બોલાવીને કહ્યું કે હાલ તેમની પાસે ઈન્દર માટે કોઈ કામ નથી પરંતુ તેઓ તેમની મેનેજર ગરિમા સાથે સંપર્કમાં રહે. પલ્લવીએ જણાવ્યું કે- આ મુલાકાત લગભગ 15 દિવસ બાદ તો અમારો ફોન ઉઠાવવામાં આવ્યો. જે બાદ અમારો નંબર બ્લૉક કરી દેવામાં આવ્યો.

શાહરુખે પણ આવું જ કર્યું
પલ્લવીએ કહ્યું કે-આવો જ વર્તાવ તેની સાથે શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા પણ કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે- ફિલ્મ ઝીરોના સેટ પર અમે ગયા હતા અને શાહરુખ પાસે કામ માંગ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે તો અમારી પાસે તેમને લાયક કોઈ કામ નથી પરંતુ અમે તેમના મેનેજર સાથે ટચમાં રહીએ. બાદમાં તેમણે પણ અમારો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું.

You cannot copy content of this page