Only Gujarat

Bollywood FEATURED

45 વર્ષની હોટ અભિનેત્રી મલાઈકા અરોરાએ બેડરૂમ સીક્રેટને લઈ કર્યાં ચોંકવનારા ખુલાસા

દુનિયાભરમાં કોરોનાના કારણે ભય ફેલાયેલો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મૃત્યુના મુંહમાં જઇ રહ્યાં છે. એવામાં ભારતમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત થઇ છે. સામાન્ય નાગરિકોની જેમ બોલીવૂડ સેલેબ્સ પમ ઘરમાં જ કેદ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સેલેબ્સ સાથે જોડાયેલી કહાની-કિસ્સા વાયરલ થઇ રહ્યાં છે. એવામાં મલાઇકા અરોરા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન અને બેડરૂમ સિક્રેટને લઇને વાત કરી રહી છે. હાલ મલાઇકા પુત્ર અરહાનની સાથે ઘરે જ ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે મલાઇકા હાલ અર્જુન કપૂરની સાથે રિલેશનશિપમાં છે. પહેલા તો બંનેએ આ રિલેશનશિપને છૂપાવ્યા હતા પરંતુ ધીમે ધીમે બંને ખુલીને સામે આવવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂરને પોતાની ગર્લફ્રેન્ડ મલાઇકાની કેટલીક આદતથી ખુબ જ નફરત છે. આ વાત ખુદ મલાઇકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

હાલ મલાઇકાનો એક જૂનો ઇન્ટરવ્યૂ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મલાઇકા બિન્દાસ્ત રીતે પોતાની પર્સનલ વાતો શેર કરી રહી છે. નેહા ધૂપિયાના એક ચેટ શોમાં મલાઇકાએ બિન્દાસ્ત અંદાજમાં પોતાના બેડરૂમ સિક્રેટ શેર કર્યા હતા. મલાઇકાનો આ અંદાજ જોઇને નેહા જ નહીં પરંતુ ખુદ તેની બહેન અમૃતા અરોરા પણ દંગ રહી ગઇ હતી.

મલાઇકાને પુછવામાં આવ્યું કે તને કેવા યુવકો પસંદ છે તો જવાબમાં મલાઇકાએ કહ્યું કે તેને ગેમ નાઇટ, દાઢી વાળા અને ફની યુવકો પસંદ છે.

મલાઇકાને જ્યારે સેક્સ લાઇફ સાથે જોડાયેલી વાતો અંગે પુછવામાં આવ્યું તો જવાબમાં મલાઇકાએ બિલ્દાસ્ત કહ્યું કે તેણીને ઓન ટોપ પોઝિશન પસંદ છે.

થોડા દિવસ પહેલા મલાઇકા લગ્નને લઇને કહ્યું હતું કે સમયના હિસાબથી અમે એક-એક સ્ટેપ આગળ વધીશું. લગ્ન અંગે અમે અત્યારે કંઇ કહી શકીએ નહીં. બધુ સમયના હિસાબે જ થાય છે.

મલાઇકાએ કહ્યું હતું કે અમે સંબંધને લઇને ખુબ જ ઇમાનદાર છીએ. જેમ જેમ બધુ આગળ વધતુ જશે અમે તેના વિશે વાતો કરતાં રહીશું.

મીડિયા રિપોર્ટનું માનીએ તો અર્જુન અને મલાઇકાના પરિવાર આ સંબંધ અંગે રાજી થઇ ગયા છે. બંને અવાર નવાર ફેમિલી ફંક્શન, ડિનર, લંચ પર સાથે નજર આવે છે. એટલું જ નહીં મલાઇકાના 17 વર્ષના પુત્ર અરહાને પણ અર્જુનને સ્વીકારી લીધો છે. બંને વચ્ચે બોન્ડિંગ પણ સારી છે.

અર્જુન કપૂરે મલાઇકા સાથે લગ્નને લઇને કહ્યું હતું કે જ્યારે પણ હું લગ્ન કરી ચૂપચાપ નહીં કરું. જ્યારે અમે લગ્ન કરીશું તો અમે તમને બધાને જાણ કરીશું. પરંતુ હાલ અમારો લગ્ન કરવાનો કોઇ પ્લાન નથી.

નવેમ્બર 2019માં મલાઇકાએ અર્જુનની સાથે પોતાના લગ્નનો પ્લાન શેર કર્યો હતો. નેહા ધૂપિયાના શોમાં મલાઇકાએ કહ્યું હતું કે અમારી વ્હાઇટ વેડિંગ સેરેમની બિચ પર હશે. મને બ્રાઇડમેડ્સનો કોન્સેપ્સ હંમેશાથી જ પસંદ છે. જે મારી નજીકની મિત્ર ગર્લગેંગ હશે. મલાઇકાનું કહેવું છે કે તે અર્જુનને દરેક પ્રકારે પરફેક્ટ ગણે છે. બંને લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા એક વર્ષથી જ બંને જાહેરમાં સાથે નજર આવે છે.

You cannot copy content of this page