Only Gujarat

National TOP STORIES

લગ્ન પ્રસંગમાં જમવાનું બનાવતી ગરીબ ઘરની મહિલા રાતોરાત બની ગઈ TikTok સ્ટાર

આજે દર બીજો વ્યક્તિ ટિકટોક પર ફની અને ડાંસ વીડિયો જુએ છે. અહીં લોકો પોતાનું ટેલેન્ટ દેખાડે છે અને નાના-નાના વીડિયો શેર કરે છે. આવી જ રીતે લગ્ન પ્રસંગોમાં ખાવાનું બનાવી ઘરનું ગુજરાન ચલાવતી મહિલાએ એક વખત પોતાનો વીડિયો શેર કર્યો. આ મહિલાએ પોતાનો એક ડાંસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો બાદ તે રાતો રાત સ્ટાર બની ગઇ. ગરીબ ઘરની મહિલાના આજે લાખો ફેન્સ અને તે પોતે સેલિબ્રિટી બની ગઇ છે. મહિલાનું નામ છે મમતા વર્મા. લગ્ન પ્રસંગોમાં જમવાનું બનાવતી આ મહિલા એક સિક્યોરિટી ગાર્ડની પત્ની અને 3 વર્ષની બાળકીની માતા છે.

એક વીડિયોથી મમતા રાતો-રાત એક સ્ટાર બની ગઇ. મમતાને ટિકટોક પર 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે. મધ્યપ્રદેશના માનપુરમાં રહેતી મમતા લગ્ન પ્રસંગોમાં જમવાનું બનાવતી હતી. સોશિયલ મીડિયા પર તે પોતાના રોબોટિક સ્ટાઇલ ડાંસ માટે ફેમસ છે.

1 સપ્ટેમ્બર 2019માં મમતાએ એક પંજાબી ગીત લેંબરગિન્ની પર પોતાનો પ્રથમ ડાંસ વીડિયો ટિકટોક પર શેર કર્યો હતો. જેના એક કલાકની અંદર જ આ વીડિયો પર 6000 લાઇક્સ આવી અને બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠી તો તેણીને 4 લાખ લોકો ફોલો કરી ચૂક્યા હતા. બીજા 2-3 દિવસમાં જ મમતાના ટિકટોક પર 10 લાખ એટલે કે એક મિલિયલથી વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા હતા.

મમતા માનપુરમાં જ જન્મ અને ત્યાંજ અભ્યાસ કર્યો હતો. પરંતુ બાળપણ વિશે સવાલ કરતાં જ મમતાની આંખો ભીની થઇ જાય છે. મમતાએ કહ્યું કે મારું બાળપણ ખુબ જ ભયાનક છે. મારી માતાએ વાસણ ધોઇ-ધોઇ અમે 6 ભાઇ બહેનોનું ભરણ પોષણ કર્યું. મમતાના પિતા રેલવેમાં ગાર્ડની નોકરી કરતાં હતા. જીવન સંઘર્ષથી ભરેલું પહેલાથી જ હતું. જ્યારે મમતા માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું. નાના-નાના બાળકોની સંપૂર્ણ જવાબદારી હવે માતા પર આવી પડી હતી. બાળકોનું ભરણ પોષણ કરવા માટે મમતાની માતા લગ્ન અને પાર્ટી જેવા ફંક્શનમાં વાસણ સાફ કરવાનું કામ કરવા લાગી.

મમતા બાળપણથી જ પોલીસ અથવા સિંગર બનવા માગતી હતી. પરંતુ તેણીનું માર્ગદર્શન કરનારું કોઇ ન હોવાથી તેણીને ખ્યાલ જ ન હતો કે પોલીસ બનવા માટે ક્યો અભ્યાસ કરવો પડે છે. માંડ માંડ મમતાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો. તે આગળ ભણવા માગતી હતી પરંતુ ઘરની પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડવો પડ્યો. મમતા હવે પોતાની માતાને મદદ કરવા માગતી હતી પરંતુ તેણીના લગ્ન કરી દેવામાં આવ્યા.

વર્ષ 2014માં મમતાના લગ્ન સૂરજ વર્મા સાથે થયા. જે સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. સૂરજ મહિને 10-12 હજાર રૂપિયાની કમાણી કરે છે. જો કે આ કમાણીથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. આથી મમતાએ લગ્ન બાદ પણ લગ્ન પ્રસંગોમાં જમવાનું બનાવવાનું કામ ચાલુ રાખ્યું. 2016માં તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો.

વીડિયો વાયરલ થવા અંગે મમતાએ કહ્યું કે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારો ડાંસ લોકોને આટલો પસંદ આવશે. સાચુ કહું તો મને ડાંસ આવડતો જ નથી. પરંતુ લોકોનો આટલો પ્રેમ જોઇને હું મારું તમામ ટેન્શન ભૂલ જાવ છું. પ્રથમ એવું કાર્ય છે જેને કરતી વખતે મને ખુબ જ ખુશી થાય છે. હું મારા વીડિયોઝમાં કોઇ મેકઅપ કરતી નથી. ઘરના સામાન્ય કપડામાં જ હોવ છું અને મારા નાનકડા ઘરમાં જ રેકોર્ડ કરું છું. જેથી એ તમામ લોકો સુધી વાત પહોંચાડી શકું કે જો તમારામાં ટેલેન્ટ હોય તો આ બધુ મહત્વનું રહેતું નથી.

આજકાલ લોકડાઉનના કારણે મમતા ઘરે જ રહે છે. હાલ લગ્નની સીઝન છે દર વર્ષે મમતાને આ સીઝનમાં સારી એવી કમાણી થઇ જાય છે. પરંતુ લોકડાઉનના કારણે જેટલું મળે છે તેમાંથી જ ગુજરાન ચલાવવું પડે છે. પરંતુ મમતા ખુશી છે કે તેણીને આ સમય પોતાની મનપસંદ વીડિયો બનાવવા અને પરિવાર સાથે સમય વિતાવવા માટે મળી રહ્યો છે.

You cannot copy content of this page