Only Gujarat

Gujarat TOP STORIES

અમદાવાદ: પ્રેમિકાના આ શબ્દો સાંભળી પ્રેમીએ કરી આત્મહત્યા, મળી ચોંકાવનારી સુસાઈડ નોટ

અમદાવાદ: ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધી રહી છે ત્યારે અમદાવાદના રામોલમાં પ્રેમીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પ્રેમિકાએ મરવાનું કહેતા જ પ્રેમીએ આપઘાત કરી લીધો હતો. પ્રેમીની છેલ્લી ચીઠ્ઠી સાભંળી પ્રેમિકા બોલી કે, જીવતો હોત તો પુછત કે કેમ કર્યો આવો આક્ષેપ, પ્રેમ, પૈસા અને મોતનો ખેલ…

‘જા ફાંસી લગા કે કુત્તે કી મોત મર જા, તેરી કોઈ જરૂરત નહીં’ પ્રેમિકાના આ શબ્દો સાંભળી પ્રેમીને લાગી આવ્યું ત્યાર બાદ પ્રેમીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહત્વની વાત એ છે કે, પ્રેમિકા પ્રેમ કરતાં પૈસાને વધારે મહત્વ આપતાં પ્રેમીએ એક સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેને લઈને રામોલ પોલીસે પ્રેમિકાની ધરપકડ કરી હતી. જોકે 21 વર્ષની ફિરદોષ પઠાણની પૂછપરછ કરતાં આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. પ્રેમ, પૈસા અને મોત વચ્ચેના ખેલમાં લાલચુ પ્રેમિકાએ પોતાને નિર્દોષ હોવાનું કહી રહી છે.

પ્રેમી માહતાબે લખેલી સુસાઈડ નોટમાં ફિરદોષ અને તેના પરિવારને મોતના જવાબદાર ઠેરવ્યા છે પરંતુ ફિરદોષ તો પોતાને નિર્દોષ કહી રહી છે. માહતાબ જીવતો હોય તો તેને પૂછત કે કેમ આવા આક્ષેપો કર્યાં છે. રામોલ પોલીસે પણ આ પ્રેમ કહાનીમાં સુસાઈડ નોટમાં કરેલા આક્ષેપો અન પ્રેમિકાની પૂછપરછમાં આત્મહત્યાનું કારણ શોધી રહી છે. જોકે આ કેસમાં ગમે ત્યારે નવો વળાંક આવે તો નવાઈ નહીં.

મૂળ ઉત્તરપ્રદેશનો માહતાબ શેખ છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો અને રામોલની મહાદેવ એસ્ટેટમાં આવેલી સ્ટીલની ફેક્ટરીમાં નોકરી હતી. પ્રેમ સંબંધની વાત એવી છે કે, 2013માં પાડોશમાં રહેતી ફિરદોષ સાથે તેની આંખ મળી જતાં બન્ને વચ્ચે ઈલુ ઈલુ શરૂ થયું હતું અને તેના ગળાડુબ પ્રેમમાં ડુબી ગયા હતાં. જોકે બે વર્ષ બાદ ફિરદોષ ઉત્તરપ્રદેશ જતી રહી ત્યારે માહતાબ તેની પાછલ પાગલ થઈ ગયો હતો. સતત તેની સાથે ફોન પર સંપર્ક કરતો રહ્યો પણ પ્રેમિકા તેનો ફાયદો ઉઠાવતી હતી. ક્યારેક મોબાઈલ તો કિંમતી ચીજવસ્તુઓ કે પછી પૈસાની માંગણીઓ કરતી હતી.

પ્રેમમાં ડુબેલા માહતાબ પોતાનો પગાર પ્રેમિકા પાછળ વાપરી નાખતો હતો. આ બધું જોઈને પરિવારે જુલાઈ 2020માં ફિરદોષના પરિવારને મળીને બન્નેના લગ્નની વાત કરી હતી પરંતુ ફિરદોષના લાલચુ પરિવારે 2021માં લગ્ન કરાવશે તેવું કહીને લગ્ન નક્કી કર્યાં હતાં. ત્યાર બાદ ધીમે ધીમે ફિરદોષ અને તેના પરિવાનો અત્યાચાર કરવાનો શરૂ કર્યો હતો. વારંવાર લગ્ન કરવા હોય તો 3 લાખની માગંણી કરતા હતા. જો માહતાબ પૈસા ના આપે તો ફિરદોષ ઝઘડો કરતી હતી. આ સમગ્ર ઘટના બાદ પ્રેમિકાના આ અત્યાચારથી કંટાળીને પ્રેમીએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના જાણ થતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતાં.

પ્રેમીએ જીદંગીને અલવિદા કહ્યુ, તો લાલચુ પ્રેમિકા જેલના સળીયા પાછળ ધકેલાઈ ગઈ હતી. રામોલ પોલીસે આ આત્મહત્યા કેસમાં પ્રેમિકા ફિરદોષ પઠાણ સહિત પાંચેય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત સુસાઈડ નોટને લઈને એફએસએલની મદદ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page