Only Gujarat

FEATURED International

પ્રેમિકા હતી જાડી તો પ્રેમીને આવતી હતી શરમ, પછી બોયફ્રેન્ડ પાસેથી આમ લીધો બદલો!

મુંબઈઃ અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં રહેતી સમાંથા રૉલીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેને પોતાના વધુ વજનને લીધે શરમાવું પડશે, પણ એવું જ થયું જ્યારે સમાંથાને ખબર પડી કે તેમના એક્સ બૉયફ્રેન્ડે એટલે તેના પેરેન્ટ્સ પાસે સમાંથાની મુલાકાત નહોતી કરાવી કેમ કે તેમનું વજન ખૂબ જ વધારે હતું. તેનો બોયફ્રેન્ડ વગર કંઈ કહ્યે સમાંથા સાથે પોતાના સંબંધ તોડી નાખ્યો. આ પછી સમાંથાએ આ નેગેટિવિટીને પોતાની તાકાત બનાવી અને પોતાનું 90 કિલો વજન ઘટાડ્યું.

સમાંથા 30 વર્ષની છે. તે એક સિંગલ મધર છે અને કેલિફોર્નિયામાં શહેરમાં ઓરેન્જ કાઉન્ટેમાં રહે છે. સમાંથાનું વજન 165 કિલો હતું. તે ઘણીવાર વજન ઘટાડવાનો પ્રયત્ન કરી ચૂકી હતી, પણ છેલ્લે તેમણે પોતાના વજનની સમસ્યાથી છુટકારો મેળવવા ઓપરેશનનો સહારો લેવા માટે નિર્ણય કર્યો. સમાંથાએ ગ્રેસ્ટિક સ્લીવ સર્જરી કરાવી અને તેમણે સોશિયલ મીડિયા પર પણ જણાવ્યું કે, ‘વજન ઘટાડવાની યાત્રા તેમના માટે ખૂબ જ પડકાર જનક રહી.’

બોર્ડ પાંડાની સાથે વાતચીતમાં સમાંથાએ કહ્યું કે, ‘હું 12 વર્ષની ઉંમરથી ડાયટિંગ કરું છું. મેં વજન ઘટાડવા માટે દવાઓ લીધી. આ ઉપરાંત ઘણી રીતો અપવાની હતી. જોકે, મારું વજન થોડા સમય સુધી ઓછું થઈ જતું હતું, પણ ફરી એકવાર વધી જતું હતું.’ તેમણે કહ્યું કે, ‘વધારે વજન હોવા છતાં ક્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. જોકે, તે હવે પોતાને બદલવા માગે છે. એટલે તેમણે નિર્ણય કર્યો છે.’ સમાંથાએ વધુમાં કહ્યું કે, ‘ડેટિંગની દુનિયામાં તે પોતાને ફિટ જોઈ રહી નથી એટલે તેમણે પોતાને ફિટ કરવાનો નિર્ણય કર્યો.’

સમાંથાએ પોતાના એક્સ-બૉયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું કે, ‘મેં તેને બે વર્ષ સુધી ડેટ કર્યો હતો. તેને ક્યારે મને તેના ફ્રેન્ડ અથવા પરિવાર સાથે મળાવી નહોતી. અમારો સંબંધ પુરો થઈ રહ્યો હતો અને તે કન્ફર્મ થઈ ગયું હતું જ્યારે મેં તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર એક છોકરી સાથે તેનો ફોટો જોયો હતો. તેને વગર કહ્યે મારી સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેના આ વર્તનને લીધે મને દુખ થયું, પણ આ સંબંધથી બહાર નીકળ્યા પછી મેં પોતાના પર ફોક્સ કર્યું. જે મારા માટે ખૂબ જ પોઝિટિવ રહ્યું.’

તેમણે કહ્યું કે, ‘મારા એક્સ બૉયફ્રેન્ડ પહેલાં જે લોકોને મેં ડેટ કર્યાં, તે મારા વજન સાથે કમ્ફર્ટેબલ નથી. જેને લીધે મારો આત્મવિશ્વાસ પણ થોડો ડગી ગયો હતો. હું બાળપણમાં હંમેશાથી લોકોને ઇન્સપાયર કરવા માગતી હતી, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, વજન ઘટાડવાનો પ્રયત્ન કરી લોકોને ઇન્સપાયર કરી શકીશ. હું ઘણીવાર આ કોમ્યુનિટીમાં પોતાની વાત રાખવાનો પ્રયત્ન કરું છું અને પોતાના અનુભવ શેર કરી તેમને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરું છું.’

You cannot copy content of this page