Only Gujarat

International TOP STORIES

ક્યારે સુધરશે ચીન! ભારતની મુશ્કેલી વધારવા દરિયામાં બનાવ્યો આર્ટિફિશિયલ આઈલેન્ડ?

ચીન પોતાની હરકતોથી ક્યારેય બાજ નહીં આવે. પહેલાથી જ ચીનના કારણે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો છે. હવે પોતાના દેશમાં સ્થિતિ સુધરી ગઇ તો તે દુનિયાને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. સૌથી વધુ પરેશાની પાડોશી દેશોને છે. ભારત, દક્ષિણ કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ વગેરે. હવે ચીન ભારતથી થોડે દૂર દરિયામાં એક આઇલેન્ડ બનાવી રહ્યું છે.

ચીન હવે ભારતથી 684 કિમી દૂર માલદીવ નજીક એક કૃત્રિમ દ્વિપ એટલે કે આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવી રહ્યું છે. આ આઇલેન્ડના કારણે ભારત સહિત અનેક દેશને રણનીતિક રીતે ખતરો છે. આ વાતનો ખુલાસો સેટેલાઇટ તસવીરોની મદદથી થયો છે. આ તસવીરો ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેટ્રેસ્ફાએ જાહેર કરી છે.

દુનિયાભરમાં હથિયારોના વેચાણ-ખરીદી પર નજર રાખતી ઇન્ટરનેશનલ એજન્સી CIPRIના પરમાણુ સુચના કાર્યક્રમમાં ડિરેક્ટર હેન્સ ક્રિસ્ટેન્સને ટ્વીટ કરી કહ્યું કે માલદીવના ફેદુફિનોલ્હુ દ્વિપને માલદીવ સરકારે ચીનને 4 મિલિયન ડોલર એટલે કે 30.33 કરોડ રૂપિયામાં લીઝ પર આપ્યો હતો.

હેન્સ લખે છે કે હવે ચીન આ દ્વિપને વધારવામાં લાગ્યું છે. આઇલેન્ડ પર રસ્તા, ઇમારતો વગેરે દેખાઇ રહી છે. આ ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીને હિન્દ મહાસાગરમાં અનેક દેશને લોન આપી પોતાની જાળમાં ફંસાવી રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને 2016માં ચીની કંપનીઓને 16 દ્વિપ લીઝ પર આપ્યા હતા. આ દ્વિપ પર ચીન મોટા પ્રમાણમાં નિર્માણ કામ કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ એસ્પર્ટ્સનું કહેવું છે કે આ દ્બિપની મદદથી ચીન ભારતને સામરિક રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હિન્દ મહાસાગરમાં માલદીવ એવી જગ્યા પર સ્થિત છે જ્યાંથી અનેક આંતરરાષ્ટ્રીય વ્યાપારિક માર્ગ પસાર થાય છે. ચીનને અહીં ફાયદો દેખાઇ રહ્યો છે. આથી તે માલદીવની મદદ કરવા પોતાનો રસ્તો તૈયાર કરી રહ્યું છે.

ચીન માલદીવની મદદથી ભારત પર નજર રાખી રહ્યું છે. માલદીવથી ભારત પહોંચવામાં ચીનના ફાઇટર જેટ્સને 20-25 મિનિટ જ લાગશે. અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન ભારત અને માલદીવ વચ્ચે તણાવ વધી ગયો હતો. ત્યાં સ્થિતિ એવી થઇ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની માલદીવ યાત્રા રદ્દ કરી દીધી હતી.

You cannot copy content of this page