Only Gujarat

FEATURED International

ચા-કૉફીની જેમ અહીંયા યુવતીઓ પીએ ઝેરી કોબ્રાનું લોહી, આવું છે કંઈક કારણ

જકાર્તાઃ સાપનું નામ સાંભળતા જ ઘણીવાર લોકો ડરી જાય છે, કારણ કે સાપ ધરતીનો સૌથી ખતરનાક જીવમાંથી એક છે. લોકો ભલે ગમે તેટલા તાકાતવર હોય પરંતુ સાપ જોઈને તેમના પગ ધ્રૂજવા લાગે છે. જોકે, દુનિયામાં એક એવી પણ જગ્યા છે, જ્યાં યુવતીઓ કોબ્રાનું લોહી ચા-કૉફીની જેમ પીએ છે. આ પાછળનું કારણ જાણીને તમને વધારે નવાઈ લાગશે.


ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઝેરી કોબ્રાના સાપોનું લોહી પીવાની એક અલગ જ રીત છે. અહીંયાના મોટાભાગના વિસ્તારમાં કોબ્રાનું લોહી કાઢીને વેચવામાં આવે છે. લોકો સવાર-સાંજ ચાલવા જતાં સમયે આ લોહી પીતા હોય છે. જેવી રીતે આપણે મોર્નિંગ કે ઈવનિંગ વોક પર જઈએ અને સૂપ પીએ એ જ રીતે જકાર્તામાં લોકો કોબ્રાનું લોહી પીએ છે.


સાપના લોહીની વધતી ડિમાન્ડને કારણે અહીંયા દુકાનદારો રોજ હજારો સાપોને કાપી નાખે છે. કોબ્રાનું લોહી વેચતી દુકાનો સાંજથી લઈ મોડી રાત સુધી ખુલી હોય છે. અહીંયા પુરુષો પોતાની તબિયત સુધારવા માટે કોબ્રાનું લોહી પીએ છે જ્યારે મહિલાઓ સુંદર દેખાવવા માટે પીએ છે. મહિલાઓ માને છે કે કોબ્રાનું લોહી પીવાથી ત્વચા એકદમ ચમકીલી બને છે.

કોબ્રાનું લોહી પીધા બાદ ત્રણથી ચાર કલાક સુધી ચા કે કોફી ના પીવાની સલાહ આપવામાં આવે છે. આ સલાહ એટલા માટે આપવામાં આવે છે કે જો ત્રણથી ચાર કલાક ચા-કોફી પીવામાં ના આવે તો કોબ્રાનું લોહી શરીરમાં સારી રીતે કામ કરી શકે છે. આ સલાહ દુકાનદાર આપતા હોય છે.


ઉલ્લેખનીય છે કે વિયેટનામમાં ભોજનમાં સાપ લેવો એ પરંપરા વર્ષોથી છે. અહીંયા ઉત્તર ભાગના જંગલોમાંથી પકડાયેલા સાપના માંસનું સેવન માણસ શરીરમાં તાપમાનને ઓછું કરવા, માથાનો દુખાવો, પેટ સંબંધિત બીમારી દૂર કરવા માટે કરે છે. અહીંયાના લોકો સાપને લેમન ગ્રાસ સાથે ઉકાળીને કે પછી ફ્રાય કરીને ખાવાનો પસંદ કરે છે. તો સાપના લોહીને ચોખાના દારૂમાં મિક્સ કરીને રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે.

You cannot copy content of this page