Only Gujarat

Bollywood

‘દામિની’એ મોહક અદાથી વિદેશીઓને કર્યાં ગાંડા, કંઈક આવો હતો અંદાજ

મુંબઈઃ 80-90નાં દશકની એક્ટ્રસ મીનાક્ષી શેષાદ્રીએ ફિલ્મોને અલવિદા કહી દીધું છે. મીનાક્ષી ભારત છોડી વિદેશમાં વસી ગઈ છે. જોકે, તે સોશિયલ મીડિયા પર તે પોતાના ચાહનારા માટે ફોટો શેર કરતી રહે છે. તેમનો આ ફોટો એક ફોટોશૂટનો છે. જેમાં મીનાક્ષીએ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

મીનાક્ષી શેષાદ્રીએ એવું કહ્યું કે, ‘એક ફોટો તેમને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.’ આ સાથે તેમને પોતાના પહેલાં અને અત્યારનો લુક બતાવ્યો છે. એક ફોટોમાં તેમનો ખૂબ જ ફોટો હતો અને બીજો ફોટો અત્યારનો છે. બંનેમાં મીનાક્ષીએ એક જેવો જ પોઝ આપ્યો હતો.

57 વર્ષીય મીનાક્ષીના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તે ઘણાં પોતોના ફોટોશૂટના ફોટો શેર કરતી રહે છે. જેમાં તે પહેલાં એક ફોટોશૂટ જેવો જ પોઝ આપતાં જોવા મળે છે.

મીનાક્ષી પોતાના પતિ અને બાળકો સાથે અમેરિકાના ટેક્સાસમાં રહે છે. લૉકડાઉન દરમિયાન તેમણે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે તેમના ઘરના કિચનમાં રસોઈ બનાવી રહ્યાં હતાં. મીનાક્ષીએ આખા લૉકડાઉનનો સમય પોતાના ઘરમાં જ વિતાવ્યો છે. આ દરમિયાન તેમણે કુકિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે ઘણાં નવા રસોઈ બનાવી છે.

મીનાક્ષીએ પોતાની એક્ટિંગ અને સુંદરતાના દમ પણ ખૂબ જ નામ કમાયું, પણ તેમણે ઉંચાઈઓ સુધી પહોંચ્યા પછી અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. તેમની પહેલી ફિલ્મ ‘પેન્ટર બાબૂ’ હતી, પણ તેમને દરેક ફિલ્મ ‘હીરો’માં નોટિસ કરવામાં આવી હતી.

આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં તેમની સાથે જેકી શ્રોફ હતાં. આ ઉપરાંત મીનાક્ષીએ ‘દામિની’ ફિલ્મથી પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું.

You cannot copy content of this page