Only Gujarat

Bollywood TOP STORIES

ગુજરાતી એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરે વડોદરામાં કરી સગાઈ, જાણો કોણ છે ભાવિ પતિ?

અમદાવાદઃ નેશનલ અવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની લીડ એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરે જાન્યુઆરીના લાસ્ટ વીકમાં સગાઈ કરી લીધી છે. શ્રદ્ધા ડાંગરની સગાઈમાં નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. શ્રદ્ધાએ વડોદરાની ગ્રાન્ડ તુલીપ હોટલમાં આકાશ પંડ્યા સાથે સગાઈ કરી હતી.  શ્રદ્ધા ડાંગરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સગાઈનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

કોણ છે શ્રદ્ધાનો ભાવિ પતિ? શ્રદ્ધા ડાંગરના ભાવિ પતિ આકાશ પંડ્યાએ વડોદરામાંથી જ સ્કૂલિંગ કર્યું છે. ત્યારબાદ રાજકોટની વીવીપી કોલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કમ્પ્લિટ કર્યું હતું. ત્યારબાદ એમ્નિલ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.

શ્રદ્ધાએ રાજકોટમાંથી એન્જિનિયરિંગ કર્યું છેઃ રાજકોટમાં જન્મેલી અને અહીંયા જ મોટી થયેલી શ્રદ્ધાએ મારવાડી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. શ્રદ્ધા ગ્લેમરવર્લ્ડમાં તેની મમ્મીને કારણે આવી છે. તેના મમ્મીના આગ્રહને વશ થઈને શ્રદ્ધાએ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું અને પહેલાં જ ઓડિશન તે સિલેક્ટ થઈ હતી.

ટપ્પુ સાથે પણ કર્યું છે કામઃ શ્રદ્ધાએ પહેલી ફિલ્મમાં સાઈડ રોલ કર્યો હતો પરંતુ તેણે ધર્મેશ મહેતાની ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’થી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ‘તારક મહેતા..’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધી હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. (તસવીરમાં શ્રદ્ધાનો મંગતર આકાશ પંડ્યા તેના માતા-પિતા સાથે.)

‘હેલ્લારો’માં કર્યું કામઃ નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ માટે શ્રદ્ધાએ ખાસ્સી એવી મહેનત કરી હતી અને આ ફિલ્મમાં શ્રદ્ધાએ ચારથી પાંચવાર ઓડિશન આપ્યા હતાં અને ત્યારબાદ આ ફિલ્મ મળી હતી. શ્રદ્ધાએ આ ફિલ્મમાં મંજરીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ માટે શ્રદ્ધા તથા ફિલ્મની અન્ય 12 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ આપવામાં આવ્યો હતો. (તસવીરમાં શ્રદ્ધા ડાંગર તેની માતા સાથે.)

‘મચ્છુ’માં જોવા મળશેઃ શ્રદ્ધાની 31 જાન્યુઆરીના રોજ પ્રતિક ગાંધી સાથેની ફિલ્મ ‘લવની લવ સ્ટોરીઝ’ રિલીઝ થઈ છે. આ ઉપરાંત શ્રદ્ધા મચ્છુ ડેમ હોનારત પર આધારિત ફિલ્મ ‘મચ્છુ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને તેની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે. (તસવીરમાં શ્રદ્ધા ડાંગર તેના પિતા સાથે.)

શ્રદ્ધા ડાંગરે માત્ર ગુજરાતી ફિલ્મ્સમાં જ કામ નથી કર્યું પરંતુ વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. તેણે ‘ગીત’ તથા ‘ફ્રેન્ડઝોન’ જેવી સીરિઝમાં કામ કર્યું છે. શ્રદ્ધાને સારો રોલ હોય તો કોઈ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવામાં વાંધો નથી. શ્રદ્ધાને નાન બહેન પણ છે.

શ્રદ્ધાનો મંગેતર આકાશ પંડ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page