Only Gujarat

Religion

કોરોનાકાળમાં આ મહિનો કેવો જશે? કોનું ભાગ્ય ખુલશે ને કઈ તારીખે ખાસ સાવધાની રાખવી?

જ્યોતિષ મુજબ ઓક્ટોબર મહિનામાં દરેક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. આ ઉપરાંત મકાન અને વાહનની ખરીદી માટે પણ ખૂબ જ સારા યોગ બની રહ્યાં છે. આ સાથે જ કરિયર અને લગ્ન જીવન સંબંધિત વાતમાં સારા સમાચાર મળી શકે છે. આ ઉપરાંત દરેક રાશિના જાતકોએ કઈ કઈ તારીખે ખાસ ધ્યાન રાખવું અને કયાં વિશેષ લાભ થઈ શકે છે તેના વિશે તમને જણાવીએ.

મેષ રાશિ
મેષ રાશિના ગ્રહનું ગોચર તમારા માટે સારું પરિણામ આપનારું સિદ્ધ થશે. જમીન મિલકત સાથે જોડાયેલા કાર્યો પુરા કરવા પડશે. વાહન ખરીદવા માટે સારો સમય છે. કોર્ટ કચેરીની બાબતોમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. ઉચ્ચઅધિકારીઓ સાથે મધુર સંબંધ રાખવા. ત્રીજા અઠવાડિયાથી ગ્રહ ગોચર દામ્પત્ય જીવનમાં કેટલીક મુશ્કેલી લાવી શકે છે. લગ્ન સંબંધિત વાતમાં વિલંબ થઈ શકે છે. 19 અને 20 તારીખે સાવધાન રહેવું.

વૃષભ રાશિ
વૃષભ રાશિમાં રાહુ પ્રવેશી ગયો છે. એટલે તમારી ઉર્જાશક્તિ અને સામર્થ્યનો પૂર્ણ ઉપયોગ કરવો. તમારા પર આળસ હાવી થવા દેવી નહીં. જ્યાં સુધી સંભવ હોય ઝઘડા વિવાદથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે શિક્ષા પ્રતિયોગિતામાં સારી સફળતા હાંસલ કરવા માટે વધારે પ્રયત્ન કરવો પડશે. નોકરીમાં ઉન્નતિ તથા નવા અનુબંધ પર હસ્તાક્ષર કરવાનોા પણ યોગ છે. સંતાનના દાયિત્વની પૂર્તિ થશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ છે. 3 અને 4 તારીખે સાવધાન રહેવું.

મિથુન રાશિ
ઓક્ટોબર મહિનામાં મિથુન રાશિના ગ્રહનું ગોચર તમારા ફળદાયક સાબિત થશે. સ્વાસ્થ્ય પ્રતિ ચિંતનશીલ રહેવું. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા વિભાગોથી પ્રતીક્ષિત કાર્યને પુરા કરવા. દૈનિક વેપારીઓ માટે સમય સારો રહેશે. નવા કાર્ય-વેપારનો પ્રારંભ કરનારા માટે પણ સમય અનુકૂળ છે. પરિવારમાં માંગલિક કાર્યનો શુભઅવસર આવશે. લગ્ન વિવાહ સંબંધિત વાત સફળ રહેશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા વિદેશી નાગરિકતા માટે આવેદન કરવું પણ શુભ પરિણામદાયક રહેશે. 23 અને 24 તારીખે સાવધાન રહેવું.

કર્ક રાશિ
કર્ક રાશિના ગોચરની અનૂકુળતા તમને અદમ્ય સાહસ અને પરાક્રમી બનાવશે. તમારા દ્વારા કરવામાં આવેલાં નિર્ણય અને કાર્યોની પ્રશંસા થશે. પરિવારના વરિષ્ઠ સદસ્યો અને ભાઈ સાથે મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષા પ્રતિયોગિતામાં બેસવાની દૃષ્ટિથી સમય અનુકૂળ રહેશે. ઉચ્ચઅધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. મકાન અથવા વાહન ખરીદી માટે સમય સારો છે. 26 અને 27 તારીખે સાવધાન રહેવું.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આખો મહિનો સફળતા અપાવનાર સિદ્ધ થશે. નોકરીમાં પદોન્નતિ અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ રહેશે. સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અથવા પ્રાદુર્ભાવના પણ યોગ છે. તમારા સૌમ્ય સ્વભાવ દ્વારા વિષમ હાલતનો સામનો કરશો, પણ યોજનાને ગોપનિય રાખી પૂ્ર્ણ કરવી. ચૂંટણી સંબંધિત નિર્ણય લેવા માટે સારો અવસર છે. યાત્રા સમયે સામાન ચોરી થતાં બચાવવો. 19 અને 20 તારીખે બચીને રહેવું.

કન્યા રાશિ
ઓક્ટોબર મહિનામાં કન્યા રાશિના જાતકો માટે ઘણાં ઉતાર-ચઢાવવાળો સિદ્ધ થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય પ્રતિકૂલ છે, પણ કાર્ય વેપારની દૃષ્ટિથી ગ્રહ ગોચર સર્વથા અનુકૂળ રહેશે. સાહસ પરાક્રમમાં અપ્રત્યાશિત વૃદ્ધિ અને ઉર્જાથી ભરપૂર રહેશે. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે મતભેદ થવા દેવા નહીં. યાત્રાનો આનંદ મળશે. આર્થિક રીતે મજબૂત થશો. ઘણાં દિવસોથી આપેલું ધન પાછું મળવાના સંકેત છે. વિલાસિત પૂર્ણ વસ્તુઓ પર વધારે ખરચો રહેશે. મકાન વાહન ખરીદવાનો યોગ છે. 30 અને 31 ઓક્ટોબરે સાવધાન રહેવું.

તુલા રાશિ
તુલા રાશિમાં ગ્રહ ગોચરની અનુકૂળતા તમારા માટે સફળતાના નવા માપદંડ સ્થાપિત કરશે. આધ્યાત્મિક ઉન્નતી થશે. ધર્મ-કર્મની બાબતોમાં ભાગ લેશો અને દાનપુણ્ય પણ કરશો. વિદેશી મિત્રો અથવા સંબંધિઓને લાભ થવાનો પણ સંયોગ બની રહ્યો છે. વિદેશી નાગરિકતા માટે આવેદન કરવું જરૂરી છે. પોતાની શક્તિ અને સામર્થ્યનો પૂર્ણ ઉપયોગ કરવો. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા કાર્યો પુરા કરવા. શીર્ષ નેતૃત્વમાં પણ સંબંધ બગડવા દેવા નહીં. કોર્ટ-કચેરીની બાબતોમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. 6 અને 7 તારીખે સાવધાન રહેવું.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિમાં ગ્રહના ગોચરની અનૂકુળતા તમારા માટે અપ્રત્યાશિત પરિણામ અપાવનારી સિદ્ધ થશે. દરેક સમજી વિચારેલી રણનીતિ કારગર સિદ્ધ થશે. શીર્ષ અધિકારીઓનો પણ સહયોગ મળશે. પરિયોજનાઓને અંતિમ રૂપ આપવાનો સમય આવી ગયો છે. જે લોકો તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે તે જ લોકો તમારી મદદ માટે આગળ આવશે. આપવામાં આવેલું ધન પાછુ મળવાનો યોગ છે. જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. મોંઘી વસ્તુ ખરીદવાનો યોગ છે. લગ્ન વિવાહ સંબંધિત વાતમાં વિલંબ થઈ શકે છે. 26 અને 27 તારીખે બચીને રહેવું.

ધન રાશિ
ઓક્ટોબર મહિનો ધન રાશિના જાતકો માટે વરદાન સમાન છે. પોતાની ઉર્જા શક્તિના દમ પર મુશ્કેલ હાલત પર નિયંત્રણ મેળવી શકશો. નવા કાર્ય-વેપાર આરંભ કરનો હોય, નવા અનુબંધ પર હસ્તાક્ષર કરવાના હોય અથવા વિદેશ યાત્રા માટે આવેદન કરવા માટે સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓ તથા પ્રતિયોગિતામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. શાસન સત્તા સાથે જોડાયેલા કાર્યો પુરા કરી લેવા. સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે. 11 અને 12 તારીખે સાવધાન રહેવું.

મકર રાશિ
મકર રાશિના જાતકો પણ ઓક્ટોબર મહિનો અપ્રત્યાશિત પરિણામ અપાવનારો સિદ્ધ થશે. સમાજના સંભ્રાંત લોકો તથા ઉચ્ચઅધિકારીઓ સાથે મધુર સંબંધ બનશે તથા ઉપેક્ષિત સહયોગ પણ મળશે. ન્યાયિક બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. જે કાર્યને પૂર્ણ કરવા માટે કઠિન પ્રયત્ન કરી રહ્યાં હતાં તે સહજતાંથી થશે. ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે ઉંડી રુચી રહેશે અને તેમાં જોડાયેલી સંસ્થામાં દાન પુણ્ય પણ કરશો. મકાન અથવા વાહન ખરીદવાનો સંકલ્પ પૂર્ણ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 25 અને 26 તારીખે સાવધાન રહેવું.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આખો મહિનો મિશ્રફળદાયી રહેશે. ઉતાર-ચઢાવ વધારે રહેશે. ઘણીવાર તમારા કામમાં અટકી શકે છે, પણ તમે અદમ્ય સાહસ અને બુદ્ધિથી કઠિન પરિસ્થિતી પર પણ વિજય પ્રાપ્ત કરી શકશો. જેના ફળસ્વરૂપ કરવામાં આવેલાં નિર્ણયોની સરાહના થશે. કોઈ મિત્ર અથવા સંબંધી પાસેથી અશુભ સમાચાર મળી શકે છે, કષ્ટકારક યાત્રા પણ કરવી પડી શકે છે. પારિવારિક દાયિત્વની પૂર્તિ થશે. લગ્ન વિવાહ સંબંધિત વાત સફળ થશે. ઘરમાં માંગલિક કાર્યનો શુભઅવસર પણ આવશે. 15 અને 16 તારીખે સાવધાન રહેવું.

મીન રાશિ
મીન રાશિનું ગ્રહ ગોચર મિશ્રફળદાયી પ્રભાવનાં પરિણામ સ્વરૂપ તમારી સફળતામાં આવતી અડચણો દૂર થશે. ઉર્જા શક્તિમાં વૃદ્ધિ થશે પણ ભાઈઓ સાથે મતભેદ ઊભી થવા દેવી નહીં. સામાજિક પદ પ્રતિષ્ઠા વધવાની સાથે શીર્ષ નેતૃત્વનો પણ પૂર્ણ સહયોગ મળશે. ચૂંટણી સંબંધિત નિર્ણય લેવા માટે સારો સમય છે. મકાન વાહન ખરીદવા માટે પણ સારો સમય છે. વિદ્યાર્થીઓ અથવા શિક્ષા પ્રતિયોગિતામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે સમય અપેક્ષાકૃત સારો રહેશે. સંતાન સંબંધિ ચિંતાથી મુક્તિ થશે. પ્રેમ સંબંધોમાં વધારો થશે. 13 અને 14 તારીખે સંભાળીને રહેવું.

You cannot copy content of this page