Only Gujarat

Religion

આજે મંગળવારે અશુભ યોગ હોવા છતાં આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, વાંચો રાશિફળ

રાશિફળ: 10-11-2020: આજે મંગળવારના દિવસે અશુભ યોગ હોવા છતાં આ રાશિના જાતકો ઉપર કૃપા કરશે હનુમાનજી! જુઓ આપનું રાશિફળ..

મેષઃ આજે વડીલની મદદ ઉપયોગી નીવડે સાથે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, મન માં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે, ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, અણધારી તક પ્રાપ્ત થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: અણધારી તક આવતી જણાય તથા હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: સામાજિક કાર્ય માં મધુર ફળ ચાખવા મળે તેમજ બીજા પ્રત્યે આદરભાવ રાખવો.
  • નાણાકીય: જાવક નું પ્રમાણ વધારે જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રગતિકારક તક મળતી જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ मायात्मने नमः

વૃષભઃ આજે આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળતી જણાય, મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, પ્રયત્ન સફળ થતા જણાય, પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સંવાદિતતા જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ सुचये नमः

મિથુનઃ આજે કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ બને, મહત્વ ના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ ચાખવા મળે, ચિંતાના વાદળો ઘેરાતા જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું સાથે લુપ્ત થયેલા સંબંધો ફરીથી તાજા થાય.

  • કાર્યક્ષેત્ર: રોજીંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય તેમજ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર:  અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય અને જૂના મિત્રોને મળવાનું સંભવ બને.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતારાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: ॐ वाग्मिने नमः

કર્કઃ આજે મનની મુરાદો પૂરી થતી જણાય તથા કૌટુંબિક તણાવનો અંત જણાય, મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી, સામાજિક કાર્યો આગળ વધે, મૂડીરોકાણમાં લાભ જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યની બધી જ જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, નવા કાર્યનો શુભારંભ સંભવ બને.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા થતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ જમીન-મકાન લે વેચ માં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસના લક્ષ્યો પાર પાડવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ दान्ताय नमः

સિંહઃ આજે રોજીંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય તેમજ ગેરસમજ મનદુઃખ ટાળવા, આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય, જૂના વિવાદ સમાપ્ત થાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.

  • કાર્યક્ષેત્ર: આપના કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, ઉતાવળિયું પગલું ભરવું નહિ.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે, સામાજિક અને પારિવારિક કાર્યો પુરા થાય.
  • નાણાકીય: આર્થિક વિવાદ ટાળવો તેમજ ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: નવસર્જનના વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ शान्ताय नमः

કન્યાઃ આજે અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ, આનંદ, મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય તેમજ યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, આપના વ્યવહારથી બીજા નિરાશ ના થાય તેનું ધ્યાન રાખવુ.
  • પરિવાર: મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે.
  • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય તેમજ પ્રગતિકારક તક મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નેગેટીવ વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય કાળજીમાંગી લેતું જણાય.
  • આજનો મંત્ર: ॐ योगिने नमः

તુલાઃ આજે યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, મુસાફરી ટાળવી, કાર્યને પાર લગાવવામાં ધીરજ રાખવી સાથે જ અંગત પ્રશ્નોથી ચિંતિત રહેશો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બઢતી બદલી સંભવ, કાર્યબોજ થી મનોભાર રહેતો જણાય.
  • પરિવાર: વડીલો તરફથી પડતર પ્રશ્નો નું નિરાકરણ જણાય, નવા આર્થિક સ્ત્રોતોનું નિર્માણ સંભવ.
  • નાણાકીય: નાણાકીય વ્યવહારો સાચવીને કરવા હિતાવહ જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનું ફળ મળતું જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ वज्रनखाय नमः

વૃશ્રિકઃ  કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય તથા આપની મહેનત રંગ લાવતી જણાય, કૌટુંબિક સહકાર સારો મળી રહે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, બિનજરૂરી બાબતોની દલીલબાજી ટાળવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ लोकपूज्याय नमः

ધનઃ નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી હિતાવહ સાથે જ આવકના નવા માર્ગ ખુલતા જણાય, કારણવગરની ચિંતા ન કરવી તેમજ યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, વડીલોથી આર્થિક મદદ મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર:  ॐ दशबाहवे नमः

 

મકરઃ આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે સાથે જ નવી યોજનાનું આયોજન સંભવ બને, સાંજના સમયે કાર્યમાં સાનુકુળતા જણાય, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, પારિવારિક કાર્યોમાં સાનુકૂળતા જણાય, વડીલો સાથે મનદુઃખ ટાળવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવી શકે, કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
  • નાણાકીય: ગૂંચવાયેલી આર્થિક બાબતોનો નિકાલ જણાય, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ पिङ्गलाक्षाय नमः

કુંભઃ આજે દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય તથા કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે સાથે આજે ગૃહજીવનની બાબતો વધારે ગૂંચવાતી જણાય, નાની ઈજાથી સાવધ રહેવું, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: પડતર કાર્ય આગળ વધે તથા જરૂરથી વધારે વ્યસ્તતા જણાય.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: જાવક નું પ્રમાણ વધારે જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસ માં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ सुरार्चिताय नमः

મીનઃ આજે કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય સાથે જ આપની સખત મહેનતનું પરિણામ આજે મળતુ જણાય, વડીલ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય, અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, વિચારોને પોઝેટીવ રાખવા.
  • પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, સ્વજનોથી મિલન સંભવ.
  • નાણાકીય: આવકનાં નવા સ્રોતોનું નિર્માણ સંભવ, આર્થિક નવી તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર:   ॐ महातपसे नमः
You cannot copy content of this page