Only Gujarat

Bollywood TOP STORIES

45 વર્ષિય આ અભિનત્રીને લગ્ન માટે ચાહકે કર્યું પ્રપોઝ, પછી જે થયું તે જાણીને નવાઈ લાગશે

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે લૉકડાઉનમાં લોકો અને સેલેબ્રિટી પણ તેમના ઘરમાં ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા લોકો અને સેલેબ્રિટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. સ્ટાર્સ થ્રોબેક વીડિયો અને ફોટો શેર કરી રહ્યા છે. એવામાં રવિના ટંડને પણ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂનો ફોટો શેર કર્યો હતો. જેના પર રવિનાના એક ફેને પ્રપોઝ કર્યું હતું. જેનો રવિનાએ જોરદાર જવાબ આપ્યો હતો.

રવિના ટંડને ઇન્સ્ટાગ્રામ પર હિલ સ્ટેશન પર રજા માણતો ફોટો શેર કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં રવિનાએ લખ્યું હતું કે, ‘જ્યારે ગર્મી સહન ના થાય તો… મારું દીલ બરફીલી રજાના સપના જોવાં લાગે છે.’

45 વર્ષીય રવિના ટંડનનો આ ફોટો જોઈ એક ફેન તેના પર ફિદા થઈ ગયો અને આવતાં જન્મે લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. તે ફેને કોમેન્ટમાં લખ્યું કે, ‘રવીના મેમ શું તમે આવતાં જન્મે મારી સાથે લગ્ન કરશો?’

રવિનાએ તેના ફેનને સવાલનો જોરદાર જવાબ આપતાં લખ્યું કે, ‘સોરી, 7 જન્મોનું પહેલાંથી બુકિંગ છે.’

રવિનાની આ પોસ્ટ પર તેમના ફેને ખૂબ જ લાઇક કરી છે. ઉલ્લેખનીય છે કે, રવિના ટંડનના ફેન ક્લબમાં રેપર બાદશાહ પણ સામેલ છે.

એકવાર ઇન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબના સેશનમાં બાદશાહે કહ્યું હતિં કે, તેમને રવિના ટંડન પર ક્રશ છે.

ઉલ્લેખનીય છે કે, રવિના ટંડન પહેલાથી પરિણીત છે અને ચાર બાળકોની મા છે. રવિનાએ 2004માં અનિસલ થદાની સાથે લગ્ન કર્યાં હતાં. એટલું જ નહીં રવિના એક બાળકની નાની પણ બની ચૂકી છે.

રવિનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘KGF: Chapter2’માં સંજય દત્ત સાથે જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page