Only Gujarat

FEATURED National

દીવાળીની સાફ-સફાઈ કરતાં હોય તો ધ્યાન રાખજો, આ મહિલાએ કચરાની વેનમાં નાખી દીધું ઘરેણાં ભરેલું પર્સ

પિંપરી ચિંચવાડમાં 45 વર્ષીય મહિલાએ દિવાળી પહેલા ઘરની સફાઇ કરતી વખતે જૂની વસ્તુઓની સાથે કચરામાં એક જૂનું પર્સ પણ ફેંકી દીધું હતું. ત્યારબાદ કચરો પીકઅપ વાનને આપ્યો હતો. પીકઅપ વાન ગાડીમાં નાખવામાં આવતો તમામ કચરો એક વિશાળ ડમ્પ (ડેપો) માં ફેંકી આવી, જ્યાં લાખો ટન કચરો સંગ્રહિત હતો. દિવાળીના દિવસો છે તેથી ઘરોમાંથી કચરો પણ વધુ નીકળી રહ્યો છે.

મહિલાનો દીકરો ખાનગી નોકરી કરે છે અને જલ્દીથી લગ્ન થવાના છે. મહિલાને પાછળથી યાદ આવ્યું કે, તે પર્સમાં લગભગ ત્રણ લાખ રૂપિયાના ઘરેણાં રાખવામાં આવ્યા હતા. મહિલાએ એવું વિચારીને ઘરેણા પર્સમાં રાખ્યા હતા, કે જ્યારે પુત્રવધૂ આવશે ત્યારે તેને સોંપી દેશે.પર્સનો વધુ ઉપયોગ થતો ન હતો. જ્યારે મહિલાને તેના પર્સમાંના ઘરેણાંની યાદ આવી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. મહિલાએ તેના પુત્રને આ વાત જણાવી.

ત્યારે આ માહિતી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને આપવામાં આવી હતી. ત્યારબાદ જાણવામાં આવ્યુ કે, કયા સમયે પીકઅપ વાન ડેપોમાં ગઈ અને કચરો ફેંકી દીધો. તે સમયે ડેપોમાં ફરજ બજાવી રહેલાં સફાઈ કામદારનો નંબર પૂછવામાં આવ્યો હતો.

હાજર અધિકારી પાસેથી મળેલાં નંબર પર મહિલાએ તે સફઈ કર્મીને પર્સ વિશે જણાવ્યુ હતુ. સફાઈ કામદાર હેમંત લખને મહિલાને ડેપોમાં આવવાનું કહ્યું, જ્યાં કચરાનો ઢગલો હતો. હેમંતે તે પણ પૂછ્યું કે તે કયા વિસ્તારમાં રહે છે અને કયા સમયે પીકઅપ વાન આવી હતી. મહિલા જ્યારે ડેપો ઉપર પહોંચી ત્યારે ત્યાં કચરાનો પર્વત જોઇને તેની ઘરેણાં સાથેનું પર્સ મળવાની થોડી આશા પણ પુરી થઈ ગઈ.

અહીં પર્સ મેળવવું એ દરિયામાંથી સોય કાઢવા જેવું હતું. અહીં આખા શહેરનો કચરો નાખવામાં આવે છે. પરંતુ સફાઇ કામદાર હેમંતે અનુમાન લગાવ્યું હતું કે, ક્યા વિસ્તારનો કચરો ક્યાં હોઈ શકે છે. તેણે તે પ્રમાણે કચરો ફિલ્ટર કરવાનું શરૂ કર્યું. હેમંતે વિસ્તારને ધ્યાનમાં રાખીને પર્સ શોધવાનું શરૂ કર્યું, જ્યારે ત્યાં લગભગ 18 ટન કચરો જમા થઈ ગયો હતો. છેવટે, 33 વર્ષીય હેમંતે ઘણી જહેમત બાદ પર્સ શોધી કાઢ્યુ હતુ અને તે મહિલાને આપ્યું હતુ.

વાસ્તવમાં, વર્ષ 2013માં પણ હેમંતે આવી જ એક ઘટના જોઇ હતી. ત્યારે એક યુવતીએ ભૂલથી નવ તોલાનું સોનાનું મંગળસૂત્ર કચરાના હવાલે કર્યુ હતું. ત્યારે પણ હેમંતે તેને શોધી કાઢ્યુ હતુ. પર્સ મેળવ્યા બાદ મહિલા હેમંતને ઈનામ આપવા માંગતી હતી, પરંતુ હેમંતે તેને લેવાની ના પાડી.

મહિને 18,000 રૂપિયા પગાર મેળવતાં હેમંત કહે છે કે તેને કામ માટે કોર્પોરેશન પાસેથી પગાર મળે છે અને તેણે તેની ફરજ બજાવી છે. હેમંત એક ભજન મંડળી સાથે સંકળાયેલો છે અને ભજનો ગાવામાં તેમનો ફ્રી ટાઇમ વિતાવે છે. તે હિન્દી, મરાઠી, સિંધી, ગુજરાતી, કોંકણી એમ પાંચ ભાષાઓમાં ભજન ગાઈ શકે છે. શહેરની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ હેમંત લખનની ઈમાનદારી અને ડ્યૂટીના પ્રત્યે નિષ્ઠાની ચર્ચા કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page