Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા…..’માં હવે જોવા મળશે આ નવો કલાકાર, જાણો શું છે રોલ?

મુંબઈઃ વિશ્વમા કોરોના વાઇરસના સતત કેસ સામે આવી રહ્યા છે. દરરોજ હજારો લોકો આ વાઇરસની ઝપેટમાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસને લીધે ઘણાં લોકોનો જીવ પણ ગયો છે. એવામાં સામાન્ય લોકોની જેમ બૉલિવૂડ સેલેબ્સ પણ જરૂર મુજબ તેમના ઘરથી બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન મુંબઈમાં ફિલ્મ, વેબ સિરીઝ અને સિરિયલના શૂટિંગ સરકારની ગાઇડલાઇન મુજબ શરૂ થઈ ગયાં છે. એવામાં ફૅમસ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સાથે જોડાયેલી રસપ્રદ વાત સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં નવાં રોલની એન્ટ્રી થવાની છે.

‘શ્રીમાન શ્રીમતી’, ‘યે જો હૈ જિંદગી’, ‘જબાન સંભાલ’ જેવી સિરિયલોનો ભાગ રહેલાં એક્ટર અને કૉમેડિયન રાકેશ બેદી હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નો ભાગ બનવા જઈ રહ્યાં છે.

એક રિપોર્ટ મુજબ, રાકેશે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને તે જલદી જ આ સિરિયલમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, રાકેશ બેદીનો એક કેમિયો રોલ હશે અને તે સિરિયલમાં કેટલાક એપિસોડ્સમાં જ જોવા મળશે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં રાકેશ બેદી, શૈલેષ લોઢાના બૉસમાં જોવા મળશે. રાકેશ બેદીએ આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘તેમને સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને 14 ઑગસ્ટે સેટ પર તેમનો પહેલો દિવસ હતો.’

તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘‘મને આ રોલ વિશે 12 વર્ષ પહેલાં વાત થઈ હતી, જ્યારે સિરિયલ શરૂ થઈ હતી. મારે આ સિરિયલમાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાના બૉસનો રોલ પ્લે કરવાનો હતો.

આ એક મહત્ત્વપૂર્ણ રોલ હતો પણ તે સમયે સરખી રીતે થઈ શક્યું નહીં અને સિરિયલમાં જેઠાલાલ ઉપર વધારે ફોક્સ કરવામાં આવ્યું.’’

રાકેશ બેદી આ પહેલાં ‘ભાભી જી ઘર પર હૈ’માં જોવા મળ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, ‘તે કોરોના મહામારી દરમિયાન બહાર નીકળવાથી ડરી રહ્યાં છે કેમ કે, તેમને લાગે છે કે, બહાર નીકળશે તો કામ નહીં ચાલી શકે. તેમણે એમ પણ કહ્યું કે, તે ઘર પર સતત બેસી શકશે નહીં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page