Only Gujarat

Bollywood

જેકલીન ફર્નાન્ડિસનું સી-ફેસિંગ ઘર છે ખૂબ જ સુંદર, જુઓ અંદરની અદભુત તસવીરો

મુંબઈઃ જૅકલીન ફર્નાન્ડિસે ફિલ્મ ‘અલાદીન’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડિસે ઓછા સમયમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મો ઉપરાંત તે અનેક મોટી બ્રાન્ડ્સનો એડવર્ટાઇઝ કરે છે. જૅકલીનનો મુંબઈના બાંદ્રામાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ છે. તે ઘણીવાર તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તો અમે તમને બતાવીએ જેક્લીન ફર્નાન્ડિસના ઘરના ફોટો.

જૅકલીન ફર્નાન્ડિસે તેમના ઘરને પાર્શિયલ લૂક આપ્યો છે. જેકલીન ખુદને ફિટ રાખવા માટે વર્કઆઉટ ઉપરાંત યોગ પણ કરે છે. ઘરના આ ખૂણામાં જેકલીન યોગા કરતી જોવા મળે છે.

આ ફોટોમાં ઘરની બાલકની પાસે જેકલીન બેસેલી જોવા મળી રહી છે. જેકલીને બે બિલાડી પાળી છે. જેમાંથી એક તેમના ખોળામાં છે. આ ઉપરાંત તેમના ઘરની બાલકનીમાં ઉગાડવામાં આવેલાં છોડ જોવા મળી રહ્યાં છે.

આ જૅકલીનના કિચનનો ફોટો છે. કિચનમાં તેમણે વિન્ટેજ સ્ટાઇલમાં ટાઇલ્સ લગાડી છે. સાથે જ કિચનની બારી પણ ડિઝાઇનર છે.

જૅકલીનને પોલ ડાન્સનો ખૂબ જ શોખ છે. તેમણે તેમના ઘરમાં પણ પોલ ડાન્સ માટે જગ્યા બનાવેલી છે. તે ઘણીવાર ત્યાં ડાન્સ કરતો ફોટો શેર કરતી રહે છે.

ફિલ્મી સફરની વાત કરીએ તો એક ઇન્ટરવ્યૂમાં જેકલીને કહ્યું હતું કે, તે બાળપણથી જ એક્ટ્રસ બનવા માગતી હતી અને વિચારતી હતી કે, એક દિવસ તે મૂવી સ્ટાર હશે.

વર્ષ 2009માં તે એક મૉડેલિંગ એસાઇનમેન્ટ માટે ભારત આવી હતી. અહીં આવી જૅક્લીને દિગદર્શક સુજૉય ઘોષની ફેન્ટસી ડ્રામા ‘અલાદીન’ માટે ઑડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ. આ જૅક્લીનની પહેલી ફિલ્મ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page