Only Gujarat

Bollywood

અમિષા પટેલની સામે જ સની દેઓલ રડી પડ્યો, હાલત જોઈને ચાહકો પણ થયા ભાવુક

સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની તેની કો-સ્ટાર અમીષા પટેલ સાથે ખૂબ જ અનોખા અંદાજમાં પહોંચ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન આવો જ એક પણ વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને બધા જ લોકો ભાવુક થઈ ગયા છે.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની ઈમોશનલ થયો

‘ગદર’ની રિલીઝના 22 વર્ષ બાદ હવે ફિલ્મનો પાર્ટ-2 રિલીઝ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ મોમેન્ટ માત્ર ફેન્સ માટે જ નહીં પરંતુ સની દેઓલ માટે પણ ખૂબ જ ખાસ છે. આ જ કારણ હતું કે ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં લોકોનો પ્રેમ જોઈને સની દેઓલ રડી પડ્યા હતા.

સની દેઓલ જેવા સ્ટેજ પર આવ્યા કે તેમના ફેન્સે ‘પાજી તુસી હમારી જાન હો, હિન્દુસ્તાન કી શાન…હિન્દુસ્તાન ઝિંદાબાદ..’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને એક્ટરે તેના ફેન્સનો આભાર માન્યો અને અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. .

ફેન્સના દિલો પર છવાયું ફિલ્મનું ટ્રેલર

‘ગદર 2’નું ટ્રેલર મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં જોવા મળે છે કે આ વખતે તારા સિંહ પોતાના પુત્ર માટે પાકિસ્તાની અધિકારીઓ સાથે લડે છે. આ દરમિયાન તે જોરદાર એક્શન કરતા પણ જોવા મળશે.

કેટલીક જગ્યાએ, સકીના સાથે તારાની મીઠી મસ્તી પણ ફેન્સના દિલ જીતી રહી છે. આ સિવાય ટ્રેલરમાં દેખાડવામાં આવેલા સની દેઓલના દમદાર ડાયલોગ્સ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. ફિલ્મ ‘ગદર 2’ આગામી 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ટ્રેલર બાદ ફેન્સમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે.

You cannot copy content of this page