Only Gujarat

Bollywood

ક્રિકેટર ને એક્ટર બંનેને ફેરવતી હતી સૈફની પહેલી પત્ની, આ કારણે તૂટ્યો સંબંધ!

મુંબઈઃ ફિલ્મોમાં કામ કરતાં સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં ખોવાઈ જાય છે તે વાત નવી નથી. 80નાં દશકમાં અમૃતા સિંહ અને વિનોદ ખન્ના વચ્ચે પણ એવું જ કંઈક થયું હતું. 12 વર્ષ મોટા વિનોદ ખન્ના પ્રત્યે અમૃતા સિંહ એટલી હદે આકર્ષિત થઈ હતી કે, તેમને દિલથી પ્રેમ કરવા લાગી હતી. રસપ્રદ વાત છે કે, ત્યારે અમૃતા પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે રિલેશનશિપમાં હતી.

અમૃતાની પહેલી મુલાકાત વિનોદ ખન્ના સાથે જેપી દત્તાની ફિલ્મ ‘બટવારા’ના સેટ પર થઈ હતી. અમૃતાને વિનોદ ખન્નાની સાથે ફિલ્મ મળવાથી ખૂબ જ ઉત્સાહિત હતી. તેમણે રવિ શાસ્ત્રીને એ વાત પણ જણાવી હતી, પણ રવિએ તેમને ચેલેન્જ કર્યું હતું કે, ‘વિનોદ ખન્નાને ક્યારેય મેળવી શકશે નહીં.’ રવિની આ વાત અમૃતાના મનમાં ઘર કરી ગઈ અને તેમણે ચેલેન્જને સાચો સાબિત કરવા માટે મરણિયા પ્રયત્નો કર્યાં હતાં.

‘બટવારા’નાં આઉટડોર શૂટિંગ દરમિયાન અમૃતાએ વિનોદને ઇમ્પ્રેસ કરવા માટે કોઈ કમી બાકી રાખી નહોતી. અંતે થયું એવું કે બંને સારા ફ્રેન્ડ બની ગયાં. અમૃતા વિનોદ ખન્નાના પ્રેમમાં પકડાઈ ગઈ, પણ એક્ટરે તેમને એટલું મહત્ત્વ ના આપ્યું જેટલું અમૃતાએ વિચાર્યું હતું. અમૃતા વિનોદના ઠંડા વ્યવહારથી દુખી થઈ ગઈ, પણ આ સંબંધને ફિલ્મના બીજા શેડ્યુલ દરમિયાન એક તક મળી હતી. ઘણાં મહિના પછી જ્યારે વિનોદ ખન્ના અમૃતાને મળ્યા તો માત્ર એક્ટ્રસને અટેન્શન આપ્યું અને પોતાનો પ્રેમ પણ આપ્યો.

અમૃતા અને વિનાદ ખન્નાના રિલેશનના સમાચારની જાણ જ્યારે અમૃતાની મા રુકસાના સુલ્તાન થઈ તો તેમણે પોતાની દીકરીને ઠપકો આપ્યો હતો. તેમને આ વાત બિલકુલ પસંદ નહોતી કે તેમની દીકરી પોતાનાથી ઘણાં મોટા એક્ટર સાથે પ્રેમમાં આગળ વધે એટલે બંનેને આ સંબંધને પુરો કરી દેવો પડ્યો હતો.

આ દરમિયાન વિનોદ ખન્નાના પહેલાં લગ્ન પણ ટૂટી ગયાં હતા અને જલદી જ તેઓ ઓશો રજનીશની શરણમાં ગયા પછી પાંચ વર્ષ માટે અમેરિકા જતાં રહ્યાં હતાં. તો અમૃતા સન્ની દેઓલના પ્રેમમાં પડી પણ, આ પછી કેટલાક વર્ષ બાદ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતાં. આ લગ્ન પણ ટક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયાં હતાં.

You cannot copy content of this page