Only Gujarat

FEATURED National

પોલીસ અધિકારી મહિલા સાથે બંધ ફ્લેટમાં કરતો હતો મોજ ને અચાનક જ પત્નીને ખખડાવ્યો દરવાજ

પત્નીની સામે એક પોલીસકર્મીની બધી અકડ નીકળી ગઈ. જ્યારે ગ્વાલિયરમાં એક ફ્લેટમાં મુરેના સબલગઢના રામપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટરને તેમની પત્નીએ એક મહિલા કોન્સ્ટેબલ સાથે કઢંગી હાલતમાં રંગે હાથે પકડી લીધી. ઘટના સ્થળે પહોંચીને પત્ની અને તેના પરિવારજનોએ જોરદાર હંગામો મચાવ્યો હતો અને બંનેને પોલીસ હવાલે કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના શહેરના મુરાર વિસ્તારના સી.પી. કોલોનીની હોવાનું જાણવા મળી રહ્યું છે. પત્ની પહેલાથી જ તેના પતિના કારનામાઓ અંગે શંકાસ્પદ હતી. જ્યારે સબ ઇન્સ્પેક્ટરની પત્નીને જાણ થઈ કે તેનો પતિ ગ્વાલિયરમાં છે અને તે એક યુવતી સાથે ફ્લેટમાં રોકાયો હતો. ત્યારબાદ તે વહેલી સવારે તેના સબંધીઓ સાથે ફ્લેટ પર પહોંચી હતી.

જ્યારે ફ્લેટનો દરવાજો ખખડાવ્યો તો સબ ઈન્સ્પેક્ટર અને તેની ગર્લફ્રેન્ડ, જે એક મહિલા કોન્સ્ટેબલ પણ છે, બંનેના હાથ-પગ ફૂલી ગયા હતા. પહેલા દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો. પરંતુ હોબાળો જોઇને સબ ઇન્સ્પેક્ટરને મજબૂરીમાં દરવાજો ખોલવો પડ્યો.

ત્યારબાદ પત્ની અને પરિવારના સભ્યો બેડરૂમમાં ગયા ત્યારે જોયું કે કપડાં વેરવિખેર હતા. બાથરૂમનો દરવાજો બંધ હતો. પત્નીએ જ્યારે યુવતીના કપડાં ઉપાડ્યા અને તેના પતિને પૂછપરછ શરૂ કરી ત્યારે તેની પાસે કોઈ જવાબ નહોતો. આ પછી પત્નીએ બાથરૂમનો દરવાજો તોડવાની ધમકી આપી હતી. ત્યારે મહિલા કોન્સ્ટેબલ દરવાજો ખોલીને બહાર આવી.

બાથરૂમમાંથી તેની ગર્લફ્રેન્ડ આવતાની સાથે એએસઆઈની પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ત્યારબાદ બંનેના ઉગ્ર રિમાન્ડ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ગર્લફ્રેન્ડે તેના અને એએસઆઈ વચ્ચેના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાને નિર્દોષ ગણાવી હતી.

ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. મુરાર પોલીસ મથકની પોલીસ દરેકને પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં પત્ની તેના પતિ સામે એફઆઈઆર નોંધાવવા મક્કમ છે. હાલ પોલીસે બંનેને છોડી દીધા છે. જેને લઈને એએસઆઈની પત્ની ખૂબ ગુસ્સે છે.

You cannot copy content of this page