Only Gujarat

Bollywood FEATURED

સુશાંત મોતના બે દિવસ પહેલાં પ્રેમિકા રિયાને મળ્યો હતો? પૂર્વ મેનેજર પણ છે સંડોવાયેલી?

મુંબઈઃ રિયા ચક્રવર્તીએ પોતાના મુંબઈ પોલીસ, ઈડી, સીબીઆઈ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 8 જૂનના રોજ જ સુશાંતના ઘરેથી નીકળી ગઈ હતી. રિયાએ એક ઈન્ટરવ્યૂમાં પણ ખુલાસો કર્યો કે આ પછી તેની સુશાંત સાથે કોઈ વાત નહોતી થઈ કારણ કે તેણે સુશાંતનો નંબર ગુસ્સામાં આવીને બ્લોક કરી દીધો હતો, પરંતુ આ દરમિયાન જ અમુક તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિયા 12 જૂનના સુશાંતના ઘરે જ હતી અથવા તો રિયાએ 12 જૂનના જૂની તસવીર પોસ્ટ કરી હોય તેવું પણ બને.

કેક શૉપની તસવીરો, રિયાની ઈન્સ્ટા સ્ટોરી પણઃ રિયાની અમુક તસવીરો એક કેક શૉપ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ બધી તસવીરો 12 જૂનની છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ આ તસવીરો પોતાની ઈન્સ્ટા સ્ટોરી તરીકે પણ રાખી હતી. તસવીરોમાં રિયાએ કેક શૉપનો આભાર માન્યો અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તસવીર પાછળની ફ્રેમ બની શંકાનું કારણઃ કેક શૉપના ઈન્સ્ટાગ્રામ પર રિયાની ઘણી તસવીરો છે. સવાલ એ પણ છે કે રિયા ચક્રવર્તીએ 12 જૂનના રોજ આ કેક કોની માટે મગાવી હતી? રિયાની તસવીરો પાછળ જે જગ્યા જોવા મળી રહી છે તે સુશાંતનો લિવિંગ રુમ છે. ઘરમાં એક ફ્રેમમાં એસ્ટ્રોનૉટની તસવીર લાગેલી છે, જેનો કોર્નર સુશાંતના લિવિંગ રૂમમાં છે તેવો જ છે.

આ તસવીર જુની હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બની શકે આ તસવીરો હાલ કેક શૉપના પ્રમોશન માટે વાપરવામાં આવી હોય. સામાન્ય રીતે સેલેબ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ તેમના સોશિયલ મીડિયા મેનેજર જ હેન્ડલ કરતા હોય છે. આવામાં શક્ય છે કે તસવીરો જૂની હોય અને કેક શૉપ સાથેની પ્રમોશનલ ડીલ બાદ તે પોસ્ટ કરવામાં આવી હોય.

12 જૂને થઈ હતી રુમી જાફરી સાથે વાતઃ એક અહેવાલ પ્રમાણે 12 તારીખનું કનેક્શન ફિલ્મમેકર રુમી જાફરી સાથે પણ મળી આવે છે. રુમીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે એક ફિલ્મની ડીલ 12 જૂને કરી હતી, આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળવાની હતી. રુમીએ કહ્યું હતું કે, 12 જૂનના રોજ સુશાંત અને રિયાની મુલાકાત થઈ હતી.

You cannot copy content of this page