Only Gujarat

Bollywood FEATURED

અભિનેત્રીના પતિને થઈ સૂકી ખાંસી અને આવ્યો તાવ તો ગભરાઇને હોસ્પિટલ પહોંચ્યો પછી…..

અભિનેત્રી શ્રિયા સરને તેના પતિ આંદ્રેઈ કોશીવ સાથે સ્પેનમાં છે. ઉલ્લેખનિય છે કે, સ્પેન એ છે કે, જ્યાં કોરોનાનું સંક્રમણ બહુ વધારે છે. શ્રિયાએ ખુલાસો કર્યો છે કે, તેના પતિને સૂકી ખાંસી અને તાવ હતો જે કોરોનાનાં લક્ષણો ગણાય છે. ત્યારબાદ જ્યારે આંદ્રેઈ બાર્સિલોનાની હોસ્પિટલમાં ડોક્ટર્સને બતાવ્યું તો તેમણે ઘરે મોકલી દીધા હતાં અને હોમ કોરન્ટિનમાં રહેવાનું કહ્યું હતું. હાલ સમગ્ર દુનિયામાં કોરોના સામે મહામારી ચાલી રહી છે.

ઘરે જ ટ્રીટમેન્ટ
એક ઈન્ટરવ્યૂમાં શ્રિયા સરને કહ્યું – આંદ્રેઈને સૂકી ખાંસી અને તાવ આવવા લાગ્યો હતો. અમે ત્યારે જ હોસ્પિટલ ગયા, પરંતુ ડોક્ટર ભાવુક થઈ ગયા અને અમને ત્યાંથી જવાનું કહ્યું. ડોક્ટર્સનું કહેવું હતું કે, જો આંદ્રેઇ હોસ્પિટલમાં રહેશે તો, કોરોના નહીં થવાની શક્યતા હશે તો પણ થઈ જશે. એટલે અમે ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો અને પોતાની જાતને આઇસોલેટ કરી દીધો. ઘરે જ ટ્રીટમેન્ટ કરી.

લગ્નને થયાં બે વર્ષ
શ્રિયાએ કહ્યું – અમે ઘરમાં અલગ-અલગ ઓરડામાં સૂઇએ છીએ. અમે એક-બીજાથી સેલ્ફ ડિસ્ટન્સ જાળવીએ છીએ. અહીં આંદ્રેને ઘણો આરામ અનુભવાય છે. મને આશા છે કે, ખરાબ સમય પાછળ છૂટી ગયો. ઉલ્લેખનિય છે, શ્રિયાએ પોતાના રશિયન બોયફ્રેન્ડ આંદ્રેઇ સાથે માર્ચ 2018 માં હિંદુ રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યાં હતાં. શ્રિયાએ સાઉથની સાથે-સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ન ઉજવી શકી મેરેજ એનિવર્સરી
ગયા મહિને શ્રિયાની મેરેજ એનિવર્સરી હતી, પરંતુ કોરોનાના કારણે તે તેને સેલિબ્રેટ ન કરી શકી. શ્રિયાએ કહ્યું – અમે એક રેસ્ટોરેન્ટ બુક કરી હતી, પરંતુ અમને પરિસ્થિતિનો અંદાજો ત્યારે આવ્યો જ્યારે અમે રેસ્ટોરેન્ટ પહોંચ્યા. રેસ્ટોરેન્ટ બંધ હતી. એ લોકોએ જણાવ્યું કે, પરિસ્થિતિ ખૂબજ બગડી ગઈ છે. આખા સ્પેનમાં લોકડાઉન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page