મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન બિંદાસ લાઇફ જીવવા માટે જાણીતી છે. કરીના કપૂરને કોઈ પણ જવાબ પૂછે તેનો તે જવાબ આપે છે. કરીનાને વાતોમાં ફસાવવી મુશ્કેલ છે. તાજેતરમાં જ કરીનાને એક થ્રોબેક ઈન્ટરવ્યૂમાં એક્સ બોયફ્રેન્ડ શાહિદ અને પતિ સૈફ અલીને સવાલ પૂછવામાં આવ્યો હતો.
આ ઈન્ટરવ્યૂમાં કરીનાએ સાબિત કર્યું કે, તેને સવાલોથી ફસાવવી મુશ્કેલ છે. કરીના કપૂરને જ્યારે તેના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર અને સૈફ અલી ખાન બંન્ને લઈને સવાલ કરાયો હતો ત્યારે તેણે જે રસપ્રદ જવાબ આપ્યો તે સાંભળીને સામે વાળાની બોલતી બંધ થઇ ગઇ હતી.
કરીનાને પૂછવામાં આવ્યું કે તું જો શાહિદ કપૂર અને સૈફ અલી ખાન સાથે એક જ લિફ્ટમાં ફસાઇ જાય તો શું કરતી. આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું કે, આવું થતું તો ખરેખર મજા આવી ગઇ હોત. આ સાથે કરીનાએ મજાકના અંદાજમાં કહ્યુ કે. કાશ તેને ફિલ્મ રંગૂન માટે પસંદ કરવામાં આવી હોત.
આ સવાલ કરીને ફસાવવા માટે પૂછવામાં આવ્યો હતો. પૂછનારને લાગ્યું હશે કે કરીના આ સવાલનો જવાબ નહી આપી શકે પરંતુ કરીનાનો જવાબ સાંભળી ઇન્ટરવ્યૂ લેનાર પણ ચોંકી ઉઠ્યા હશે. નોંધનીય છે કે સૈફઅલી ખાન સાથે લગ્ન કર્યા પહેલા શાહિદ અને કરીના કપૂર એકબીજાને ડેટ કરતા હતા.
નોંધનીય છે કે કરીના કપૂર ખાન જ્યારથી સોશિયલ સાઇટ્સ પર આવી છે ત્યારથી કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે.
અભિનેત્રી કરિના કપૂરે એવો રસપ્રદ જવાબ આપ્યો કે સામેવાળાની જ બોલતી બંધ થઈ ગઈ, જવાબ સાંભળીને તમને પણ નવાઈ લાગશે.