Only Gujarat

Gujarat TOP STORIES

ભાવનગરનો જવાન શહીદ, વીર યોદ્ધાને ભાવભીની શ્રદ્ધાંજલી સાથે સો સો સલામ

ભાવનગરના મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન થયું હતું. આજે સવારે વતનમાં શહીદ જવાનને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્સં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં આખું ઉમટ્યું હતું અને ‘તુમ અમર રહો’ના નારા લગાવ્યા હતાં. અંતિમ વિધિ સમયે ગામના લોકોની આંખોમાં આસું જોવા મળ્યા હતાં.

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના વતની પરેશભાઈ કિરીટભાઈ નાથાણી નામના આર્મી જવાનનું નિધન થયું હતું. તેઓ 68 આર્મ્ડ રેજીમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમનું નિધન થતાં આજે સવારે મોટા ખોખરા ગામે તેમના પાર્થિવદેહને લાવવામાં આવ્યો હતો અને આર્મીના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ જવાન પરેશભાઈ નાથાણીની અંતિમવિધિ કરવાાં આવી હતી.

શહીદ જવાન પરેશભાઈની અંતિમ વિધિ નીકળતાં આખું ગામ હિબકે ચઢ્યું હતું અને પરિવાર સહિત ગામના લોકોની આંખોમાં આંસુની નદીઓ વહેતી થઈ હતી. અંતિમ વિધિ સમયે ગામના લોકો દેશભક્તિના નારા લગાવ્યા હતાં.

મહત્વની વાત એ છે કે, શહીદ જવાન થોડા દિવસ પહેલાં જ બે મહિનાની રજા લઈ પોતાના વતને આવ્યા હતા તે સમયે આર્મી જવાનનું અવસાન થયું ત્યારે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વાણંદ સમાજનું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી 17 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતાં. રિટાયરમેન્ટમાં ફક્ત બે જ વર્ષ બાકી હતાં. પોતાના વતને આવ્યા તે સમયે હાર્ટએટેકનો હુમલો આવતાં અવસાન થયું હતું. આર્મી મેન જમ્મુનાં કાલુચક રેજી મેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા.

પરેશભાઈના પરિવારમાં એક દીકરો નમન ઉમર વર્ષ 8 અને એક દીકરી જીયા ઉંમર વર્ષ 4 તેમજ પરિવારમાં અન્ય સભ્યો એવા અવસાન થયેલ આર્મી જવાનના મોટા ભાઈ પણ પાનાગઢ વેસ્ટ બેંગાલમાં ફરજ બજાવી રહ્યાં છે. આર્મી જવાન પરેશભાઈ નાથાણીના પાર્થિવ દેહને મોટા ખોખરા ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. યુવાનના અંતિમયાત્રામાં પુરુ ગામ જોડાયું હતુ.

You cannot copy content of this page