Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના ગામડાની કરોડપતિ મહિલા, 65 વર્ષની ઉંમરે મહિને કમાય છે લાખો રૂપિયા

પાલનપુર: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની હાલમાં યોજાયેલી સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પશુપાલનના આ વ્યવસાયમાં વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા મહિલા વર્ષે લાખો નહીં પરંતુ એક કરોડ રૂપિયા ની કમાણી કરે છે.

વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે. જેથી બનાસડેરી દ્વારા તેઓને 25 હજાર રૂપિયાનું રોકડ તેમજ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ પણ આપ્યો છે. અત્યારે આ નવલબેનની ઉંમર 65 વર્ષથી વધુ છે, પરંતુ આજે પણ તેઓ સવારે 5 વાગે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલનનો બિઝનેશ.

આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં માત્ર 20થી 25 પશુઓ રાખતા નવલબેન આજે 250 જેટલા પશુઓ રાખે છે. તેઓ રોજનું અત્યારે 1000થી 1200 લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. 8થી 9 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે અને આ વર્ષ 1 કરોડ 4 લાખ 15 હજારનું દૂધ ભરાવી ને એશિયાની મોટી બનાસ ડેરીમાં દૂધ ભરાવવાનો ખિતાબ મેળવી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા 25 હજાર ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

​​​​​​​નવલબેનના ખેતરમાં પશુઓ માટે બે પાકા શેડ બનાવવામાં આવ્યો છે અને પશુઓ શેડમાં 24 કલાક ખુલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુધ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે 9.00 કલાકે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે તે દરમ્યાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે 5 એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે 12 થી 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે.

નવલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, બધી મહિલાઓને મારી ઈચ્છા છે બહેનો આવી રીતે ઢોર રાખે કે બીજો ધંધો કરે તો આપણો પરિવાર સુખી થાઇ સારુંઆતમાં અમારા જોડે 20થી 25 પશુઓ હતા ધીરે ધીરે 250 જેટલા પશુઓ કર્યા છે. ભેસો દોઈ દોઈ ને મેં પશુ ઓ વધાર્યા છે. દિવસનું 1000થી 1200 લીટર દૂધ આજ પણ થાય છે. મહીને 10 લાખ જેટલો પગાર આવે છે. આ વર્ષે મારે 1 કરોડ 5 લાખ રૂપિયા આવ્યા છે જેથી પહેલો નંબર આવ્યો છે. બનાસડેરીમાં મને ખુબજ આનંદ થયો છે ગામે ગામ મારુ નામ આવ્યું જેથી મને ખુબજ આનંદ છે. હજુ પશુઓ વધારમાં મારી ઈચ્છા છે. મારી 65 વર્ષની ઉંમર છે આજે પણ હું બધા પશુઓનું ધ્યાન જાતે રાખું છું. મારા જોડે કામ કરવામાં વાળા લોકો છે એમના કારણે જ અમે આટલું કરી શક્યા છીએ.

નવલ બેન ચૌધરીનો તબેલો સંભાળ નાર ચંદુભાઈએ જણાવ્યું હતું કે, નગાણા ગામના નવલબેન ચૌધરીના તબેલામાં 250 જેવા પાશુઓ છે. રોજનું 1 હજારથી બારસો લીટર દૂધ ભરાવીએ છીએ. અમારી એવી ઈચ્છા છે કે 1800થી 2000 લીટર દૂધ ભરાવીએ. આ વર્ષે અમારું દૂધ ગયું છે 1 કરોડ 5 લાખનું બનાસ ડેરીનો બનાસ લક્ષ્મી તરીકે એવોર્ડમાં નવલબેન ચૌધરીનો પ્રથમ નંબર બનાસડેરીમાં આવવાથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તબેલો જ્યારથી નવલ બેને ચાલુ કર્યો હતો ત્યારથી અમે કામ કરીએ છે પહેલા 20થી 25 પશુ હતા ધીરે-ધીરે અઢીસોથી વધુ પશુઓ છે અમે 15થી 20 માણસો કામ કરીએ છીએ.

You cannot copy content of this page