Only Gujarat

FEATURED National

મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું

દર ચોમાસાની જેમ આ વખતે પણ ફરી એકવાર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બુધવારે ઘરમાં શેરીઓમાં અને બગીચાઓમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થવાને કારણે આખી રાત લોકોએ પાણીની વચ્ચે વિતાવી છે. તો વાહનવ્યવહાર એકદમ ઠપ્પ થઇ ગયો. સ્થિતિ એવી છે કે માત્ર 12 કલાકમાં જ મુંબઇના કોલાબા વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો જેટલો 46 વર્ષમાં ન પડ્યો હતો. ગુરુવાર 6 ઓગસ્ટે પણ મુંબઇમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે ભારે પવન ફૂંકાવાની વાત પણ કરવામાં આવી છે. ગુરુવારે સવારથી બપોર સુધી મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. આ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યાં છે.

વરસાદને કારણે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. પાલઘરમાં પણ ભારે વરસાદને કારણે અંદાજે 22 લોકો ફંસાઇ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસે ઓપરેશન ચલાવ્યું અને તમામને બહાર કાઢ્યા. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરી પાલઘર પોલીસના વખાણ કર્યા.

મુંબઇમાં વરસાદને કારણે માણસ જ નહીં જાનવર પણ પરેશાન છે. પાણીમાં ફંસાયેલી એક બિલાડીને રાહગીરે બચાવી અને પોતાની સાથે તેના ઘરે લઇ ગયો.

મુંબઇના ચર્ચગેટ વિસ્તારમાં અંદાજે 30 વૃક્ષ ધરાસાયી થઇ ગયા છે. વૃક્ષ ધરાસાયી થવાને કારણે રસ્તા સંપૂર્ણ રીતે બ્લોક થઇ ગયા છે. BMC તરફથી આ વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કોલાબા વિસ્તારમાં 331 મીમી સુધી વરસાદ થયો. જ્યારે સાંતાક્રૂઝ વિસ્તારમાં 163 મીમી વરસાદ થયો. આગામી ત્રણ-ચાર કલાકમાં મુંબઇ અને આસપાસ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

મુંબઇ પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરમાં જ રહે. ખાસ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવું. હાલ મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો નથી પરંતુ પાણી ભરાયેલું છે. અલગ અલગ વિસ્તારોમાં NDRFની કુલ 16 ટીમ તહેનાત છે.

મુંબઇની લાઇફ લાઇન ગણાતી ટ્રેનના ટ્રેક પર પણ પાણી ભરાઇ ગયા છે. જેના કારણે બે લોકલ ટ્રેન ફંસાઇ ગઇ. ત્યારબાદ NDRFની ટીમોએ આ ટ્રેનમાંથી 290 લોકોનું રેસ્ક્યુ કર્યું.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મુંબઇ-થાણે-પાલઘર જેવા વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ થયો છે. 12 કલાકની અંદર જ મુંબઇમાં 215.8 મીમી વરસાદ પડ્યો છે.

જ્યારે હવાની ગતિ પણ 100 કિમી પ્રતિ કલાકથી વધુ રહી. આજ કારણ છે કે અનેક સ્થળો પર વૃક્ષ, હોર્ડિંગ અને ઘરમાં નુકશાન પહોંચ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page