Only Gujarat

Bollywood

બહેન અર્પિતા માટે સલમાન ખાનને ખુદનો બદલો પડ્યો લૂક, આ રીતે ઉજવી રક્ષાબંધન

મુંબઈઃ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર કોરોના મહામારી વચ્ચે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય લોકોની જેમ સેલેબ્સે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સલમાન ખાને હવે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમને ઉજવેલી રક્ષાબંધનના ફોટો શેર કર્યાં છે. આ ફોટોમાં સલમાન ખાનનો આખો પરિવાર જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સલમાન ખાન ક્લીન સેવમાં ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં પર ઉજવવામાં આવી હતી. સલમાન ખાન છેલ્લાં 4 મહિનાથી તેમના ફાર્મહાઉસમાં રહે છે. બંને બહેન અર્પિતા અને અલવિરા ભાઈને રાખડી બાંધવા તેમના પરિવાર સાથે સલમાન ખાનના ફાર્મહાઉસ પહોંચી હતી. એટલું જ નહીં સોહેલ ખાન અને અરબાઝ ખાન પણ તેમના દિકરા નિર્વાણ અને તેમની સાથે હાજર રહ્યાં હતાં.મહત્ત્વનું છેકે, સલમાન ખાન જલદી જ તેમની અપકમિંગ ફિલ્મ ‘રાધે’નું બાકી શૂટિંગ શરૂ કરશે.

સલમાન ખાનની ભાણી અને અર્પિતા દીકરી આયતે પહેલીવાર રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. 7 મહિનાની આયતે તેના દરેક ભાઈઓને રાખડી બાંધી. આ અવસરે નાની આયત ખૂબ જ ક્યૂટ લાગતી હતી.

સલમાન ખાનને રાખડી બાંધ્યા પછી મિઠાઈ ખવડાવતી અર્પિતા.

મમ્મી અર્પિતાના ખોળામાં બેસી ભાઈ આહિલને રાખડી બાંધતી નાની આયત.

નાની બહેન આયત પાસે રાખડી બંધાવ્યા પછી આવું હતું સલમાન ખાનના ભાણીયાનું રિએક્શન

ભાઈ સલમાન ખાનને રાખડી બાંધતી અલવિરા અગ્નિહોત્રી.

ભાઈ સોહેલ ખાનને રાખડી બાંધતી અર્પિતા ખાન શર્મા.

ભાઈ સોહેલ ખાનને રાખડી બાંધતી અલવિરા અગ્નિહોત્રી.

ભાઈ અરબાઝ ખાનને રાખડી બાંધતી અર્પિતા ખાન.

ભાઈ અરહાન ખાને રાખડી બાંધતી સલમાન ખાનની ભાણી એલિજે.

ભાઈ સોહેલ ખાનના માથા પર તિલક કરતી અલવિરા.

મોટા ભાઈ નિર્વાણ ખાનને રાખડી બાંધતી આયત.

સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું કે, ‘હેપ્પી રક્ષાબંધન. યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ….’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page