Only Gujarat

Bollywood FEATURED

સૈફ અલી ખાને આ કારણે પોતાનાથી મોટી ઉંમરની પત્ની અમૃતાને તરછોડી દીધી હતી

મુંબઈઃ સૈફ અલી ખાન અત્યારે તેમની પ્રેગ્નન્ટ પત્ની કરીના કપૂર અને દીકરા તૈમૂર અલી ખાન સાથે પટોડી પેલેસમાં સમય પસાર કરી રહ્યાં છે. સૈફ ચોથીવાર પિતા બનવાનો છે. આ દરમિયાન સારા અલી ખાનનું ડ્રગ્સ મામલે પણ નામ સામે આવ્યું હતું. એટલું જ નહીં મુશ્કેલીમાં ફસાયેલી દીકરીની સૈફે મદદ કરવાની ના પણ પાડી દીધી હતી. દીકરીને ડ્રગ્સ મામલે ફસાવવાનો આરોપ પહેલી પત્ની અમૃતા સિંહ પર લગાવ્યો હતો. કેમ કે સૈફ-અમૃતાના છૂટાછેડા પછી સારા અને ઇબ્રાહિમના પાલનપોષણની જવાબદારી અમૃતા પર હતી. તેમણે ફોન કરી અમૃતાને ન કહેવાનું કહ્યું હતું.

જોકે, અમૃતા સાથે સૈફના ઝઘડાની વાત સામે આવ્યા પછી બંને ખૂબ જ ટ્રોલિંગ થયાં હતાં. જેને લીધે સૈફનું અંગત જીવન ખૂબ જ વિવાદમાં રહ્યું હતું.

અમૃતા અને સૈફ અલગ થવાનું કારણ સૈફનો આશિક મિજાજ હોવાનું છે. તેમણે એક ઇટાલિયન મૉડેલ રોજા કૈટલાનો માટે પત્ની અમૃતાને દગો આપ્યો હતો. અમૃતા અને સૈફના લગ્ન તૂટવાનું સૌથી મોટું કારણ રોજા સાથે સૈફનું એક્સટ્રા મેરિટલ અફેર માનવામાં આવે છે.

વર્ષ 2004માં સૈફ અને રોજાની મુલાકાત કેન્યામાં થઈ હતી. સૈફનું પરિણિત જીવન તે સમયે નાજુક સમયથી પસાર થઈ રહ્યું હતું. દરરોજ સૈફ અને અમૃતા વચ્ચે ઝઘડા થતાં હતાં.

સૈફ અને રોજાના અફેરના સમાચાર અમૃતાથી વધારે દિવસ છુપાઈને રહ્યાં નહીં. સૈફે દગો આપ્યા પછી અમૃતાને તેમની સાથે રહેવાનું મંજૂર નહોતું.

તો, સૈફ પણ રોજા માટે અમૃતાથી અલગ થવા માગતો હતો. બંનેના વર્ષ 2004માં છૂટાછેડા થઈ ગયાં હતાં. આ પછી રોજા, સૈફ માટે મુંબઈ જતી રહી હતી. જોકે, સૈફે રોજાને પણ દગામાં રાખી હતી, જેની જાણ તે મુંબઈ આવી ત્યારે થઈ હતી.

એક ઇન્ટરવ્યૂમાં રોજાએ જણાવ્યું હતું કે, ‘સૈફે તેમની સાથે પોતાના પહેલાં લગ્ન અને બાળકોની વાત છુપાવી રાખી હતી.’ રોજાએ સૈફના લગ્ન, બાળકો અને છૂટાછેડા વિશે ઇન્ડિયા આવીને જણાવ્યું હતું. બંને લિવઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતાં.

તે સમયે સારા 10 વર્ષની હતી અને ઇબ્રાહિમ 4 વર્ષનો હતો. અમૃતા અને સૈફના લગ્ન તૂટવાની સૌથી વધુ અસર સારા અને ઇબ્રાહિમ પર થઈ હતી.

4 વર્ષનો ઇબ્રાહિમ તેના પિતાને સવાલ પૂછતો હતો કે, ‘તમે કેમ ઘરે નથી આવતા પાપા?’ જોકે તે સમયે સૈફ પાસે ઇબ્રાહિમના સવાલોનો જવાબ નહોતો.

એક ઇન્ટરવ્યૂમાં સૈફે પણ તેમના બાળકોથી દૂર થવાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મારા વૉલેટમાં દીકરા ઇબ્રાહિમનો ફોટો છે. દરેક વખતે તેને જોઈ રડવું આવે છે. મને હંમેશા દીકરી સારાની યાદ આવે છે. તેમને મળવાની મને મંજૂરી નથી. તેમને પણ મારી પાસે આવવાની મંજૂરી નથી કેમ કે મારી લાઇફમાં કોઈ મહિલા હતી.’

જોકે, વર્ષ 2004માં અમૃતા સાથે છૂટાછેડા પછી સૈફ અલી ખાને વર્ષ 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. અત્યારે સૈફના બંને બાળકો તેમની સાથે જોવા મળે છે.

You cannot copy content of this page