Only Gujarat

Bollywood FEATURED

વહેલી સવારે બધાથી છુપાઈને કેટરીનાના ઘરે જતો હતો આ એક્ટર, તસવીરોએ ફોડી નાખ્યો ભાંડો

મુંબઈઃ ફિલ્મ ‘મસાન’ અને ‘ઉરી’ના એક્ટર વિકી કૌશલ અને કૈટરીના કૈફના અફેરના સમાચાર ઘણીવાર સામે આવતાં રહે છે. બંને ઘણી ઇવેન્ટ્સમાં પણ સાથે જોવા મળે છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધ અંગે વાત કરી નથી. છતાં પણ લોકો તેમના રિલેશન અંગે વિચાર કરે છે. હાલમાં જ વિકી કૌશલ સવાર-સવારમાં ચોરી છુપે કેટરીનાના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો હતો. તે બધાની નજરથી બચીને એન્ટ્રી કરી રહ્યો હતો તે દરમિયાન એક ફોટોગ્રાફરે તેમનો ફોટો ક્લિક કરી લીધો હતો.

હાલમાં જ વિકી કૌશલ સવાર-સવારમાં ચોરી છુપે કેટરીનાના એપાર્ટમેન્ટ પર પહોંચ્યો હતો. તે દરેકની નજરમાંથી બચીને એન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન એક ફોટોગ્રાફરે તેમનો ફોટો ક્લિક કરી લીધો હતો.

આ ફોટોમાં વિકી કૌશલ બ્લૂ કેપ, ફુલ સ્લીવ વ્હાઇટ ટીશર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. ફોટો જોઈને એવું પણ લાગી રહ્યું છે કે, કદાચ વિકી કૌશલ પણ કેમેરામેનને તેનો ફોટો ક્લિક કરતાં જોયો હતો.

વિકી કૌશલની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘ભૂત’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન કૈટરીના કૈફ આવી હતી. આ ઉપરાંત અંબાણી પરિવારના ઘરે યોજાયેલી હોળી પાર્ટીમાં પણ બંને સાથે જોવા મળ્યાં હતાં.

આમ તો, તેમના અફેરની શરૂઆતની ચર્ચા ત્યારે થઈ જ્યારે બંને એક કૉમન ફ્રેન્ડની દીવાળી પાર્ટીમાં સાથે મળ્યાં હતાં. આ પાર્ટીમાં કરીનાએ રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. તો વિકી કૌશલ સિલ્ક કુરતા-પાયજામામાં જોવા મળ્યો હતો.

જોકે આ પાર્ટીમાં અચાનક મીડિયા પર્સન્સને જોયા પછી કેટરીના અને વિકી કૌશલ અલગ-અલગ એકબીજાથી દૂર પોતાની કારમાં જતાં રહ્યાં હતાં.

આ વર્ષે જાન્યુઆરીમાં કૈટરીના અને વિકી કૌશલ ડિરેક્ટર અલી અબ્બાસ જફરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. આ સાથે જ કૈટરીના વિકી કૌશલના ભાઈ સની કૌશલની વેબ સિરીઝના પ્રીમિયરમાં પણ આવી હતી.

વિકી કૌશલ ઘણીવાર આ વાત સ્વીકારી છે કે, કૈટરીનાને જોતા જ તેમના દીલા ધબકારા વધી જાય છે. તેમણે કરન જોહરના શૉ કૉફી વિથ કરણમાં પણ આ વાત સ્વીકારી હતી.

એક રિપોર્ટ મુજબ, કૈટરીના પહેલા વિકી સાથે પોતાના રિલેશનશિપ પર અંગે મૂંઝવણમાં હતી, પણ હવે તેમને એવો એહસાસ થઈ રહ્યો છે જેવો વ્યક્તિ તે તેમના જીવનમાં ઇચ્છે છે, તેવો વિકી વિશ્વાસપાત્ર અને વિશ્વસનીય વ્યક્તિ છે.

જ્યારે બંને એકબીજાને ડેટ કરતાં હોવાની વાત સામે આવી ત્યારે વિકીએ કહ્યું હતું કે, ‘હવે કહેવા માટે કંઈ બાકી રહ્યું નથી.’ વિકીએ કહ્યું કે, તે પોતાની પર્સનલ લાઇફ અંગે ખૂબ જ ઓપન છે. જોકે આ વાતમાં કોઈ હકીકત નથી. પ્રેમ બેસ્ટ ફિલિંગ છે.’

વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો કૈટરીના કૈફ અક્ષય કુમાર સાથે જલદી જ ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. તો વિકી કૌશલ ‘સરદાર ઉધમ સિંહ’ ઉપરાંત ‘માનેકશૉ’ અને ‘તખ્ત’માં પણ જોવા મળશે.

You cannot copy content of this page