Only Gujarat

National

નેપાળી છોકરીને રશિયન હોવાનું કહેતો હતો સ્પા ઑનર, અય્યાશી માટે હતી અલગ-અલગ કેબિન

સ્પા સેન્ટરમાંથી ઝડપાયેલાં સેક્સ રેકેટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્પા મિલાક ગૌરવ વધવાની નેપાળ અને નોર્થ ઇસ્ટની છોકરીઓને રશિયન ગણાવીને કસ્ટમર પાસે મોકલતો હતો. કસ્ટમર પાસેથી મોટી રકમ પણ વસૂલતો હતો. પોલીસે કરેલી તપાસમાં સામેં આવ્યું છે કે, ગૌરવ આ પહેલાં હેવન ફેમિલી સલૂન સ્કિન કેર સ્પા સેન્ટરમાં મેનેજર હતો. હેવનમાં રેડ પડ્યા પછી ખુદનું સ્પા સેન્ટર ખોલ્યું હતું.

મધ્યપ્રદેશના ભોપાલની અરેરા કોલોનીમાં રેડ પાડીને પોલીસે સ્પામાંથી 6 છોકરીઓ સાથે જે 4 ગ્રાહકને ઝડપ્યા છે તેમાં અનિમેષ મિશ્રા એક મહિલા બેન્ક અધિકારીનો પતિ છે. પકડાયા પછીતે પોલીસ સામે રોફ જમાવતો હતો. અનિમષ સ્પા સેન્ટરમાં ઘણીવાર આવતો જતો હતો.

રેકેટ પકડવા માટે પોલીસે જવાનને કસ્ટમર બનાવીને મોકલ્યો હતો. જેવો તેણે ઇશારો કર્યો કે, તરત જ ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે સ્પા સેન્ટરની અંદરથી 6 કોલગર્લ અને 5 યુવકોની ધરપકડ કરી છે. યુવકમાં સ્પા સેન્ટરનો માલિક ગૌરવ વધવાની પણ સામેલ છે. સ્થળ પરથી આપત્તિજનક સામાન પણ મળ્યો છે. પકડાયેલી યુવતીઓમાંથી 2 નોર્થ ઇસ્ટ અને નેપાળની છે. ત્રણ છોકરીઓ ભોપાલની છે. છોકરીઓની ઉંમર 22થી 32 વર્ષની વચ્ચે છે.

અય્યાશી માટે અલગ-અલગ કેબિન
સ્પા ઓનરે દેહ વ્યાપારની આડમાં અય્યાશી માટે અલગ-અળગ કેબિન બનાવડાવ્યા હતાં. દરેક ગ્રાહકને અલગ-અલગ કેબિનમાં મોકલતો હતો. પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે ચારેય યુવક ત્યાંથી યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતાં. પોલીસને જોઈને વગર કપડે બહાર ભાગવા લાગ્યા હતાં. મેઇન ગેટ પર પોલીસ હોવાને લીધે તે ભાગી શક્યા નહોતાં.

1થી 5 હજાર સુધીનો સોદો થતો હતો, વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું
પોલીસે જણાવ્યા મુજબ, સ્પા સેન્ટર સંચાલક ગ્રાહક પાસેથી 1 હજારથી 5 હજાર રૂપિયા વસૂલતો હતો. દરેક સર્વિસ માટે તે અલગ-અલગ રૂપિયા વસૂલતો હતો. ગ્રાહકને બોલાવવા માટે તેણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું. ગ્રુપ દ્વારા તે સ્પામાં આવતી છોકરીની માહિતી આપતો હતો. છોકરીઓના ફોટો તે ગ્રુપમાં પણ શેર કરતો હતો. ગૌરવ આ સ્પા સેન્ટર લગભગ દોઢ વર્ષથી ચલાવતો હતો

You cannot copy content of this page