Only Gujarat

National

લહેંગો પહેરીને દુલ્હને જાહેરમાં રોડ પર ચલાવ્યું બુલેટ, મોંઢામાં આંગળા નાંખી ગયા લોકો

લગ્નની સિઝન ફરી શરૂ થઈ ગઈ છે. આ સાથે જ બજારમાં ફરી રોનક પાછી આવી છે. લગ્નની સઝાવટ, ઢોલના અવાજ અને જાનૈયાઓના ડાન્સથી લગ્નની સિઝન જામી પડી છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને લગ્નના પહેરવેશમાં દુલ્હનના વીડિયો લોકો ખૂબ જોઈ રહ્યા છે.

લગ્નનો દિવસ દરેક છોકરી માટે ખાસ હોય છે. તે આ દિવસની ઘણા વર્ષોથી રાહ જોતી હોય છે. યુવતી આ દિવસને વધુ ખાસ અને યુનિક બનાવવાનો પ્રયત્ન કરે છે. લગ્નના દિવસે દુલ્હન સજીધજીને તૈયાર થવાની સાથે શરમ નામનું ઘરેણું ઓઢી લે છે.

પણ આજે અમે તમને એક એવી બિન્દાસ દુલ્હન સાથે મળાવીશું જેનો દેશી સ્વેગ જોઈને સૌ કૌઈ આશ્ચર્યમાં પડી ગયા છે. વાત એમ છે કે હાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન લાલ પાનેતરમાં સડક પર બુલેટ ચલાવતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે દુલ્હન તૈયાર થઈને કારમાં બેસવાનું પસંદ કરે છે, ત્યારે આ દુલ્હનને બુલેટ ચલાવતા જોઈને બધા મોંમાં આંગળા નાંખી ગયા છે.

આ દુલ્હન જ્યારે રોડ પર બુલેટ લઈને નીકળે છે ત્યારે રાહદારીઓ તેને જોતા જ રહી જાય છે. દુલ્હનના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક પંજાબી સોંગ પણ વાગે છે. જે દુલ્હનના સ્વેગમાં ચાર ચાંદ લગાવે છે. સામાન્ય રીતે રોડ પર મોટાભાગે યુવકો બુલેટ ચલાવતા જોવા મળે છે. ક્યારેક યુવતીઓ પણ બુલેટ ચલાવતી જોવા મળે છે. જોકે યુવતીઓ મોટાભાગે વેર્સ્ટન આઉટફીટમાં બુલેટ ચવાવે છે, ત્યારે દુલ્હનના વેશમાં આ યુવતીનો બુલેટ ચલાવતો વીડિયો બધાને આકર્ષિત કરી રહ્યો છે.

રોયલ અંદાજ જોઈને આંખો થઈ શકે પહોળી
દુલ્હનનો આ રોયલ અંદાજ જોઈને સોશ્યલ મીડિયા પર લોકો પણ ખૂબ ખુશ થઈ રહ્યા છે. આ વીડિયોનો ઈન્સ્ટાગ્રામ witty_wedding નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે- “જ્યારે તમારી ફેમિલી લવ મેરેજ માટે માની જાય, તે દોસ્તોને ટેગ કરો જે લગ્ન માટે ખૂબ એક્સાઈટેડ હોય છે કે બસ ફેમિલી માની જાય.”

યુઝરે કરી આવી આવી કમેન્ટ
વીડિયો જોઈને એક યુઝરે કમેન્ટ કરી- “બહેનજી લહેંગો જો ટાયરમાં ફસાઈ જશે તો તો તમારો બધો સ્વેગ રોડ પર ઢોળાઈ જશે.” જ્યારે બીજા યુઝરે લખ્યું- “તમારો ડ્રેસ ટાયરમાં આવશે ને તો લેવાના દેવા થઈ પડશે. ” વધુ એક યુઝરે કમેન્ટ કરી છે-“દુલ્હનની આ સ્ટાઈલ ખૂબ મસ્ત છે. ”

You cannot copy content of this page