Only Gujarat

Religion

આજે ભાનુ સપ્તમી સાથે રવિપુષ્ય યોગનો સમન્વય, કઈ રાશિને ફળશે તો કોને રાખવી સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 08-11-2020: આજે ભાનુ સપ્તમી સાથે રવિપુષ્ય યોગનો સમન્વય કઈ રાશિને ફળશે તો કોને રાખવી સાવધાની..

મેષઃ આજે બપોર પછી ધારેલુ કામ પાર પડતું જણાય સાથે જ વડીલોનાં આશીર્વાદ લઈ નવા કામની શરૂઆત લાભકારક રહેશે,  પ્રવાસ-પર્યટનમાં સાનુકૂળતા જણાય અને મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મળવાનું સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ વિરોધીથી સાવધ રહેવું.
  • પરિવાર: દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ સંભવ તેમજ સામાજિક કાર્યોમાં બરકત જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ अरुणाय नमः

વૃષભઃ મોસાળપક્ષથી લાભ જણાય, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, પોતાની આગવી વિશેષતાથી બીજાને મદદ કરવી, દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો અને નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે વધારે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની પાછળ વધારે ખર્ચ થતો જણાય.
  • આજનો મંત્ર: ॐ बृहते नमः

 

મિથુનઃ આપના માંગલિક કાર્યો આગળ વધે તેમજ પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, યાત્રા-પ્રવાસ જરૂર હોય તો જ કરવો, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો તેમજ ચિંતાનાં વાદળો હટતા જણાય, ખોટા વાદ-વિવાદમાં ના ઉતરવુ હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર:  વારસાગત પ્રશ્નોનું મધુર પરિણામ જણાય, ઘરમાં સુખ શાંતિ જોવા મળે.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય, મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વાંચન-મનનની અંદર સમય વધારે પસાર કરવો.
  • સ્વાસ્થ્ય: દિવસભર માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ ब्रह्मणे नमः

કર્કઃ આજે આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય પરંતુ આજે મહત્વના કાર્યમાં ધીરજથી કામ લેવું સાથે જ ઓછી મહેનતે ધાર્યા પરિણામની પ્રાપ્તિ સંભવ બને અને  નવી યોજનાનું આયોજન સંભવ બને, પારિવારિક કલેસ ટાળવો હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કાર્યોમાં સફળતા જણાય, કાર્યબોજ હળવો થતો જણાય.
  • પરિવાર: પારિવારિક મતભેદ ટાળવો, પારિવારિક નિર્ણયો માં વિચારી ને આગળ વધવું.
  • નાણાકીય: આવકનું પ્રમાણ  જોવા મળે તથા જમીન-મકાન અંગેના કાર્યો માં પ્રગતિ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ અનુકૂળ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂના રોગમાંથી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ शर्वाय नमः

સિંહઃ આજે ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય સાથે જ કૌટુંબિક આનંદનું વાતાવરણ જળવાઈ રહે, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, સાંજના સમયમાં મહત્વના કાર્યોમાં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યની વધારાની જવાબદારી પોતાના ઉપર ના લેવી હિતાવહ, ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, મિત્રો સાથે મળવાનું સંભવ બને.
  • નાણાકીય: આર્થિક મુશ્કેલીનો માર્ગ જણાય, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ हरिदश्वाय नमः

કન્યાઃ આજે બપોર બાદ અધૂરા કાર્યો પૂર્ણ થતા જણાય સાથે જ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, યાત્રા-પ્રવાસ ટાળવો હિતાવહ, મહત્વના કામમાં પ્રગતિ જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: આજે વ્યાપારના વિસ્તાર માટે પ્રયત્નો સફળ થતા જણાય તેમજ કાર્યશ્રેય બીજાને મળતો જણાય.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ जयिने नमः

તુલાઃ આજે સમજી વિચારીને નિર્ણય લેવો અને સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, પારિવારિક અવરોધો દુર થતા જણાય અને વિચાર પૂર્વક કાર્ય કરવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું.
  • પરિવાર: વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ असुरारये नमः

વૃશ્રિકઃ  આજે મળેલી તક હાથતાળી આપતી જણાય સાથે જ વિવાદો નિવારાય, નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય અને પારિવારિક અવરોધો દુર થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ अच्युताय नमः

ધનઃ આજે ઓછું બોલવું અને આપના કાર્યને બોલવા દેવું સાથે જ માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ બને, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, આર્થિક આયોજનો ફેલાતા જણાય અને અગત્યનાં કાર્યોમાં સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર:  ॐ हरये नमः

મકરઃ પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા મહત્વના કાર્યમાં  ઉતાવળિયું પગલું ભરવું નહિ, સગા-સ્નેહી સાથે યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને તેમજ આર્થિક રોકાણમાં સાચવવું, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું, ઉઘરાણીના કામમાં વિલંબ જણાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂનારોગ માંથી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ परमात्मने नमः

કુંભઃ આપને મનમાં ઉત્સાહ જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય,કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય અને પારિવારિક સમરસતા જળવાઈ રહેશે, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય, નવી તકોનું નિર્માણ થતું જણાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નો ધેરાતા જણાય, વડિલ તરફથી લાભ જણાય.
  • નાણાકીય: આર્થિક નવી તક જણાય, નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
  • આજનો મંત્ર: ॐ रवये नमः

મીનઃ ધાર્યું કાર્ય આગળ વધે તેમજ મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ,પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય તેમજ યાત્રા – પ્રવાસ આવશ્યક હોય તો જ કરવું, કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, વ્યર્થ વાદ વિવાદ થી દુર રહેવું હિતાવહ.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા રહે.
  • આજનો મંત્ર:    सौख्यप्रदाय नमः
You cannot copy content of this page