Only Gujarat

Religion

આજે રવિવારે ‘વજ્રમૂશળ યોગ’, કોને ફળશે તો કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 01-11-2020: આજે રવિવારે “વજ્રમૂશળ યોગ” કોને ફળશે તો કોને રહેવું સચેત! જુઓ આપણું રાશિફળ…

મેષઃ આજે ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી સાથે જ કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો સાથે જ નવા સંબંધો રચાય, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: પારિવારિક કલેશથી દુર રહેવું, ગૃહસ્થજીવન આનંદમય રીતે પસાર થાય.
  • નાણાકીય: આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું, આર્થિક ઉતાર ચઢાવ સંભવ બને.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી બચવું.
  • આજનો મંત્ર: ॐ इनाय नमः

વૃષભઃ આજે વાદ – વિવાદનું નિરાકરણ જણાય સાથે જ મનનાં મનોરથો સફળ થતા જણાય, અંગત જીવનમાં મતભેદ સર્જાતા જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય અને ભાગીદારીના કાર્યોમાં લાભની તકો જણાય.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય પરંતુ જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ अखिलागमवेदिने नमः

 

મિથુનઃ આજે પ્રોપર્ટીના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય સાથે જ નાણાકીય માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય, મુસાફરી ટાળવી, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઊચ્ચ અધિકારી આપના પર મહેરબાન રહે, કોઈ લાભકારક તક આવતી જણાય.
  • પરિવાર:  કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐभानवे नमः

કર્કઃ આજે આપના નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય પરંતુ આપના કોઈ પરિણામમાં ખટાસ ચાખવા મળે, સામાજિક સમસ્યા દૂર થતી જણાય, અશાંતિના વાદળો વિખરતા જણાય,  યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • પરિવાર: અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે, માતૃ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ, નવા સ્રોતનું નિર્માણ થતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ विश्वरूपाय नमः

સિંહઃ આજે અંગંત સંબંધોમાં મધુરતા જળવાઈ રહે સાથે જ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ઓછું બોલવું અને આપના કાર્યને બોલવા દેવું, ખોટા અવિચારી ખર્ચ ન કરવા હિતાવહ, વડીલો સાથે મનદુઃખ ટાળવું.

  • કાર્યક્ષેત્ર: નકારાત્મક વિચારો થી દુર રહેવું, નવા કરાર થવાની સંભાવના છે.
  • પરિવાર: પારિવારિક વિચારી ને નિર્ણય લેવો તેમજ પારિવારિક શાંતિ જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય, આવકની ચિંતા અનુભવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ इन्द्राय नमः

કન્યાઃ આજે વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાય અને નાણાકીય બાબતોમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય, અશાંતિના વાદળો વિખરતા જણાય, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પડી શકશો.

  • કાર્યક્ષેત્ર: આજે કાર્યસ્થળમાં કોઈ પણ આકસ્મિક રીતે કોઈ મહત્વપૂર્ણ સત્તા મળતી જણાય.
  • પરિવાર: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજ પેદા થઈ શકે છે પરંતુ આને તમારા પરિવાર પર અસર ન થવા દેવી.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.   
  • આજનો મંત્ર: ॐ सुवर्चसे नमः

તુલાઃ આજે સામાજિક કાર્યો આગળ વધે અને રોકાણ કરતા પહેલા પત્નિની સલાહ અવશ્ય લેવી, નવીનકાર્યની તક મળી શકે, કોઇની વાતથી દુ:ખી ના થવુ હિતાવહ, નકામી વાતોમાં સમય વધારે પસાર ના કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ફક્ત તમારું કાર્ય આયોજિત રીતે કરવું હિતાવહ.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય, આર્થિક બાબતોમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ  वासुदेवाय नमः

વૃશ્રિકઃ  આજે નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય, દાંપત્ય જીવનનાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય, કાર્ય પદ્ધતિ માં ફેરફાર જોવા મળે.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નો ના કારણે મનભેદ – મતભેદ જણાય.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ विवस्वते नमः

ધનઃ આજે અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય સાથે જ વિચાર પૂર્વક કાર્ય કરવું, મળેલી તક હાથતાળી આપતી જણાય, આપની પારિવારિક શાંતિ જળવાઈ રહે, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

  • કાર્યક્ષેત્ર: મહેનતનું મધુર પરિણામ જણાય તેમજ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર: પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે,  કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી
  • નાણાકીય: મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ જમીન-મકાન લે-વેચમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર:  ॐ निर्जराय नमः

મકરઃ આજે આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, નવીન કાર્યરચના સંભવ બને, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે સાથે જ જૂના સંબંધો ફરી તાજા થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યશ્રેય બીજાને મળતો જણાય તેમજ ઈચ્છીત પરિણામ માટે વધારે મહેનત કરાવી પડે.
  • પરિવાર: અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય, જૂના સંબંધ ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, મનમાં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ  रुग्घन्त्रे नमः

કુંભઃ આજે ચિંતાનાં વાદળ દૂર થતા જણાય, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, કારણવગરની ચિંતા ન કરવી, રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય, મન માં ઘડેલી યોજનાઓ ને અમલ માં મૂકી શકાશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય અને કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય, કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ ऋक्षचक्रचराय नमः

મીનઃ આજે કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય, દાંપત્યજીવનમાં મધુરતા રહે, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાંથી બહાર આવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતી સમસ્યા બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર:  ॐ लुप्तदन्ताय नमः
You cannot copy content of this page