Only Gujarat

Religion

જાણો સુર્યદેવ કોને પ્રદાન કરશે સમૃદ્ધિ તો કોને થશે હાનિ? વાંચો તમારું રાશિફળ

રાશિફળ: 11-10-2020: આજે “રવિપુષ્ય મહાયોગ” ! જાણો સૂર્યદેવ કોને પ્રદાન કરશે સમૃદ્ધિ તો કોને થશે હાનિ! જાણો આપનું રાશિફળ…

મેષઃ આજે સૂર્યદેવની કૃપા થી આપની આર્થિક મુંઝવણ દૂર થતી જણાય તેમજ પારિવારિક નિર્ણય વિચારી ને કરવો તેમજ વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે, સામાજિકકાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને, દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય અને ધારેલું કાર્ય સફળ થતું જણાય.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મત ભેદ ટાળવા, વડિલ તરફથી લાભ જણાય.
  • નાણાકીય: મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ, નાણાકીય જવાબદારીઓ વધતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ शरण्याय नमः

વૃષભઃ આજે સૂર્યદેવની ઉપાસના કરવી સાથે જ કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક તક જણાય, આર્થિક રોકાણ અનિવાર્યપણે જ કરવું, મધ્યાહન ૫છી આ૫ના આર્થિક પ્રશ્નોનું સમાધાન જણાય, ભાગીદારીમાં મધ્યમ જણાય, પારિવારિક વિવાદ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે, હરિફ વર્ગથી સાવધાન રહેવું.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મત ભેદ ટાળવા, વડિલ તરફથી લાભ જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે ઉધાર – ઉછીના ના કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
  • આજનો મંત્ર: ॐ करुणारससिन्धवे नमः

મિથુનઃ આજે સૂર્યમંત્રનો જાપ કરવો સાથે જ કોઈ લાભકારક તક આવતી જણાય ઉપરાંત આપની પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય તેમજ યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, દાનપુણ્ય નો લ્હાવો મળે.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય તેમજ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: સામાજિક સમસ્યા દૂર થતી જણાય, વ્યર્થ વાદ વિવાદ થી દુર રહેવું હિતાવહ.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ आर्तरक्षकाय नमः

કર્કઃ આજે રવિવારના દિવસે ઇષ્ટદેવની ઉપાસના કરવી તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, કૌટુંબિક સુખ જળવાઈ રહે અને વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે તેમજ પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ आदिभूताय नमः

સિંહઃ આજે કારણવગરની ચિંતા ન કરવી તેમજ યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ, વિચારોને સકારાત્મક રાખવા, માંગલિક કાર્યો આગળ વધે તેમજ પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, વિરોધી સામે પ્રગતિ જણાય, વિદેશ કાર્ય પ્રગતિમાં જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાન ફેર જણાય તથા કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધે, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના કરવી.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને આર્થિક રીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ अच्युताय नमः

કન્યાઃ આજે પારિવારિક સુખ ઉત્તમ જણાય અને મનનાં મનોરથો સફળ થતા જણાય તેમજ આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, ભવિષ્ય અંગે સામાન્ય મુંઝવણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: પારિવારિક જીવન સુખમય રીતે પસાર થાય તેમજ જીવન સુખમય રીતે પસાર થાય.
  • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ अखिलज्ञाय नमः

તુલાઃ આજે આપનું સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય, નાણાકીય રોકાણ સાચવીને કરવુ તેમજ ધાર્યું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી.

કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
પરિવાર: સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય, પારિવારિક કલેશ થી દુર રહેવું.
નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને આર્થિક સ્થિતિ સુધારતી જણાય.
વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
આજનો મંત્ર: ॐ अनन्ताय नमः

વૃશ્રિકઃ આજે શુભ કાર્યોની શરૂઆત થતી જણાય સાથે જ યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ રહે અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો જણાય, સામાજિક સંબંધમાં મીઠાશ વધે, આરોગ્યનું ધ્યાન રાખવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાવધ રહેવું, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: અંગત સમસ્યા ઘેરાતી જણાય તેમજ સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ इनाय नमः

ધનઃ આજે રવિવારના દિવસે આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય અને કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય, કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ અને નવા સાહસો વિચારીને કરવા.

  • કાર્યક્ષેત્ર: નવી યોજના પર કાર્ય આગળ વધે, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ इज्याय नमः

મકરઃ આજે રવિવારના દિવસે પારિવારિક શાંતિ જળવાઈ રહેશે અને કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેશો, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, સ્વજનનો સહકાર જણાય.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે, દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ इन्द्राय नमः

કુંભઃ આજે સૂર્યદેવ ની આરાધના કરાવી, અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે તેમજ અગત્યના કામ માં અવરોધ જણાય, બિનજરૂરી બાબતમાં દલીલબાજી ટાળવી, મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં સ્થિતિ મજબુત જણાય.
  • પરિવાર: દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે, સામાજિક-વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ ईशाय नमः

મીનઃ આજે સૂર્યદેવની કૃપા આપના પર બની રહે સાથે જ કાર્ય પૂરું કરવા માટે વડીલ વર્ગની સલાહ લેવી હિતાવહ રહેશે અને નાણાકીય ખર્ચમાં વધારો જોવા મળે, કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું હિતાવહ, આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, નવી તકોનું નિર્માણ થતું જણાય.
  • પરિવાર: પારિવારિક સમય ઉત્તમ જણાય તેમજ પારિવારિક યાત્રાનું આયોજન સંભવ બને.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ सुप्रसन्नाय नमः
You cannot copy content of this page