Only Gujarat

Religion

આજે પૂર્વાભાદ્ર નક્ષત્રમાં કુંભ અને મીન રાશિની આશાઓ ફળશે, આ રાશિઓએ રહેવું ખાસ સચેત

રાશિફળ: 30-09-2020: આજે પૂર્વાભાદ્ર નક્ષત્રમાં કુંભ અને મીન રાશિની આશાઓ ફળશે જયારે કઈ રાશિએ સચેત રહેવું!

મેષઃ આજે બુધવારના દિવસે પારિવારિક સમરસતા જળવાઈ રહેશે તથા આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ બને, આપને મનમાં ઉત્સાહ જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.

  • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય આગળ વધે, ઉપરી અધિકારી સાથે વિવાદ ટાળવો.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તથા સામાજિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ वासवाय नमः

વૃષભઃ આજે પૂર્વેની આપની મહેનત રંગ લાવતી જણાય પરંતુ સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય તેથી સાચવવું, નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી, નવા સાહસો વિચારીને કરવા.

  • કાર્યક્ષેત્ર: નવા પ્રોજેક્ટ પર કાર્ય આગળ વધે, કાર્યબોજ જણાય.
  • પરિવાર: દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: નવા સાહસો વિચારી ને કરવું, નવા સાહસો વિચારી ને કરવું.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ वन्द्याय नमः

મિથુનઃ આજે કોઈ અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવામાં મદદરૂપ થશે, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, કૌટુંબિક તણાવનો અંત જણાય, આવકના નવા દ્વાર ખુલતા જણાય, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તક જણાય.
  • પરિવાર: પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય તેમજ સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું, નવીન તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ स्थूलाय नमः

કર્કઃ આજે કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ થતું જણાય સાથે જ આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, શુભ કાર્યોની શરૂઆત થતી જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, ધાર્યા કામ પાર પડતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ નાણાકીય સફળતા જણાય.
  • પરિવાર: સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે તથા સામાજિક ક્ષેત્ર વિકસિત થાય.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, આર્થિક નવા માર્ગો મળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ चारुशीलाय नमः

સિંહઃ આજે સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો તેમજ વિરોધીથી સાવધ રહેવું, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ બને તથા કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થતી જણાય.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય તેમજ મોસાળમાં થી સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: નવા આવકના સ્ત્રોતો જણાય, આવક કરતા જાવક ન વધે તેનું ધ્યાન રાખવું,
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
  • આજનો મંત્ર: ॐ मगधाधिपतये नमः

કન્યાઃ આજે પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે તેમજ પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ રહે, નવી યોજના પર કાર્ય આગળ વધે, અગત્યના કામમાં અવરોધ જણાય, કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય, ધર્મ કાર્ય સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: પ્રયત્નોનું મધુર ફળ જણાય સાથે સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • પરિવાર: વડીલની મદદ ઉપયોગી નીવડે સાથે દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ महते नमः

તુલાઃ આજે અમુક અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે જેથી તેના થી દૂર રહેવું હિતાવહ, જૂના વિવાદ સમાપ્ત થતા જણાય અને માંગલિક કાર્યો આગળ વધે, અગત્યની બાબતોમાં પહેલા વિચારીને આગળ વધવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય તથા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે.
  • પરિવાર: સામાજિક કાર્યમાં બહાર જવાનું થાય તથા વૈવાહિક જીવનનાં પ્રશ્નોનોનો સકારાત્મક ઉકેલ જણાય.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, નવા આર્થિક સ્તોત્રોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ पीतवपुषे नमः

વૃશ્રિકઃ આજે પારિવારિક સંબંધોમાં સાચવવીને આગળ વધવું તથા આપના આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, કાર્યક્ષેત્રમાં અન્ય સાથી મિત્રો તરફથી સાનુકૂળતા બની રહેશે, યાત્રા-પ્રવાસ ટાળવા હિતાવહ, દિવસ ધીરજાતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: લાભદાયક તક આવતી જણાય તેમજ પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: સામાજિક સમસ્યા દૂર થતી જણાય, ગૃહજીવનમાં સંવાદિતા જણાય.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ થતો જણાય, સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ विश्वपवनाय नमः

ધનઃ આજે દિવસની શરૂવાત ઇષ્ટદેવની ઉપાસના થી કરવી સાથે મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય, મુસાફરી ટાળવી હિતાવહ, માનસિક શાંતિ જળવાઈ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહેશે અને પ્રગતિકારક તક મળે.
  • પરિવાર: વડીલ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય તેમજ કૌટુંબિક સહકાર સારો મળી રહે.
  • નાણાકીય: વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ, આવકના નવા દ્વાર ખુલતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બાબતોમાં મધુર પરિણામ માણવા મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ वीतभयाय नमः

મકરઃ આજના દિવસે આપના મહત્વના કાર્યની અંદર ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય, કાર્યક્ષેત્રમાં આપના નિર્ણયનું મધુર પરિણામ જોવા મળે સાથે પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: નવા પડાવ સર કરવા પડે તેમજ સહકર્મીથી સાનુકૂળતા જણાય.
  • પરિવાર: પારિવારિક સુખ સારું અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • નાણાકીય: રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ अर्केशाननिवासस्थाय नमः

કુંભઃ આજના કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે તેમજ સાનુકૂળતા જળવાઈ રહે, નવા સંબંધની શરૂઆત સંભવ, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં તેમજ જવાબદારીમાં વધારો જણાય.
  • પરિવાર: પારિવારિક સ્નેહ અને તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય, માંગલિક પ્રસંગો આગળ વધે.
  • નાણાકીય: જમીન રોકાણમાં લાભદાયી રહે, આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ मेधाविने नमः

મીનઃ આજના દિવસે નિર્ણયો વિચારીને લેવા હિતાવહ તેમજ કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, સફળતાનો સ્વાદ ચાખી શકશો, કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય અને કાર્યક્ષેત્રમાં વિચાર પૂર્વક કાર્ય કરવું હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય તેમજ હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર: આજે મન પ્રફુલ્લિત જણાય જેનાથી કૌટુંબિક આનંદમાં વધારો જણાય.
  • નાણાકીય: આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ मिथुनाधिपतये नमः
You cannot copy content of this page