Only Gujarat

Religion

મેષનું વાર્ષિક રાશિફળ: પ્રારંભમાં પૈસાની થોડી ખેંચતાણ રહેશે, હાડકાં-કમરની બીમારીથી સાવધ રહેવું

આ વર્ષ દરમ્યાન ગુરુ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરશે. જેની અસરથી આપના અટકેલાં પ્રશ્નોનું સમાધાન થઇ શકે. ભાઈ-બહેનો સાથેનો સંબંધ સુધરે. આ વર્ષે ભાગીદારોથી તેમ જ પૈતૃક સંપત્તિથી પણ લાભ થાય. સમગ્ર વર્ષ દરમ્યાન શનિ પોતાની સ્વરાશિ મકરમાં જ રહેશે, જેના કારણે સામાજિક યશ-કીર્તિ આપને પ્રાપ્ત થશે.

આ વર્ષના પ્રારંભમાં આપની ચિંતા દૂર થાય. જેના કારણે મન પ્રફુલ્લિત રહે. કોઈ પણ કાર્ય કરવામાં આપને લાભ થવાથી આનંદમાં રહી શકો. વર્ષના મધ્ય ભાગ પછી બહાર જવાનું થઇ શકે, જેના કારણે આપની મનોસ્થિતિ સારી રહે. આપની માનસિક સ્થિતિ ગયા વર્ષના લીધે બેકાબૂ બની હોય, તો મન પર વિજય મેળવી શકો.

આર્થિક બાબતે આ વર્ષ ખૂબ શ્રેષ્ઠ રહી શકે તેમ છે. વર્ષ પસાર થાય તેમ આપને લાભ થશે. વર્ષના પ્રારંભમાં પૈસાની થોડી ખેંચતાણ રહ્યા કરે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. 10-12-2020થી નાણાંની બચત પણ કરી શકો છો. ભાગ્યનો સહારો આપને પ્રાપ્ત થશે. લોન માટે આપ પ્રયત્ન કરતાં હશો તો સફળતા મળી શકે છે. વર્ષના પ્રારંભથી જ આપના પરિવારમાં દાંપત્યજીવનમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ રહે. જે આખું વર્ષ આપના માટે રહેશે. જો આપની જન્મકુંડળીમાં રાહુની સ્થિતિ સારી નથી, તો આપની કીર્તિમાં ઘટાડો થઇ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી સામાન્ય ખટરાગ રહ્યા કરે.

આ વર્ષ દરમ્યાન આપનું આરોગ્ય કુશળ રહે. રાહુનું ભ્રમણ આપને સાંધામાં દુખાવાની સમસ્યા તેમ જ કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણયો લેવામાં મુશ્કેલી કરાવી શકે છે. વર્ષ દરમ્યાન હાડકાં તેમ જ કમરની બીમારીઓથી સાવધાન રહેવું. કોઈ પણ દવાની આડઅસર થાય નહીં તેની કાળજી લેવી. આ વર્ષે યાત્રા-પ્રવાસના યોગ બને છે.

નવા વર્ષના પ્રારંભમાં સંતાન-પ્રાપ્તિનું સ્વપ્ન પરિપૂર્ણ થઇ શક. 20-09-2021 સુધીમાં આપને માતા અથવા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સંતાનોની પ્રગતિથી આ વર્ષે ગર્વ લઈ શકો છો. અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા મિત્રોને લાભ થાય. નોકરીની જવાબદારીમાં વધારો થતો જાય. આપનું કર્મસ્થાન વધારે પ્રબળ બને. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારને ઉપરી અધિકારી સાથે અણબનાવ બને. વર્ષ દરમ્યાન શનિની અસરના કારણે મંદ ગતિએ ધંધો કરી શકો. મકાન-બાંધકામના ધંધામાં લાભ થાય. જે મિત્રો ખેતી કરે છે, તેમને આ વર્ષ સારું રહે. ખેતીની ઉપજ આ વર્ષે સારી રહે.

આ વર્ષે નવું મકાન લેવાનું અથવા બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થઇ શકે છે. માતા-પિતાના નામે લીધેલી સંપત્તિથી આપને લાભ થશે. સમગ્ર વર્ષ દરમ્યાન આપના શત્રુઓ આપની સાથે વેરભાવ છોડી શકે તેમ જ કોર્ટ-કચેરીની ભાગદોડ ઓછી થઇ શકે. જૂના કોઈ કેસો હોય તો આ વર્ષે તેનું સુખદ નિરાકરણ આવે. જે બહેનો કેવળ ઘર સાચવે છે એમનાં માટે આ વર્ષ સારું રહે. આ વર્ષ દરમ્યાન આપના પ્રેમ સંબંધો ચરમસીમાએ જઈ શકે છે. આપનું પ્રેમપ્રકરણ ચાલતું હોય તો 14-01-2021 થી 21-04-2021 સુધીનો સમય સાચવવો પડે નહીંતર સમાજમાં બદનામી થઇ શકે છે. જે લોકો વિદેશમાં વ્યવસાય અથવા નોકરી કરે છે તે મિત્રોને પણ આ વર્ષે સારી સફળતાના યોગ બને છે.

You cannot copy content of this page