Only Gujarat

Religion

ડેટ ઑફ બર્થ મુજબ જાણો તમારે કયા રંગનું વૉલેટ રાખવું જોઈએ?

અમદાવાદ: ન્યુમરોલોજી એટલે કે અંક જ્યોતિષ બધાના જીવનને પ્રભાવિત કરે છે. ડેટ ઓફ બર્થ અનુસાર દરેક વ્યક્તિનો એક લકી નંબર હોય છે. એ લકી નંબર મુજબ જો થોડીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તેમજ અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી ફાયદો થવાના ચાન્સ વધી જાય છે.


જો તમારી જન્મ તારીખ 1થી 9 વચ્ચે હોય તો એ જ તમારો મૂળાંક (લકી નંબર) થયો. ધારો કે તમારી જન્મતારીખ 3 ઓગસ્ટ છે, તો તમારો લકી નંબર 3 ગણાય. પણ જો તમારી જન્મતારીખ 11થી લઈને 31 તારીખ વચ્ચે હોય તો તમારો મૂળાંક બંનેનો સરવાળો ગણાય. એટલે ધારો કે તમારો જન્મદિવસ 27 ઓગસ્ટ છે તો તમારો લકી નંબર (2+7) 9 ગણાય.

અંક જ્યોતિષ મુજબ દરેક નંબર સાથે એક લકી રંગ પણ જોડાયેલો છે. જો લકી રંગનું પર્સ કે વૉલેટ ખિસ્સામાં રાખવામાં આવે તો તેનાથી વ્યક્તિને ઘણો ફાયદો થઈ શકે છે. સ્ત્રી અથવા પુરુષ પોતાના લકી નંબર મુજબ લકી કલરનું પર્સ રાખે તો તેનાથી ફાયદો થઈ શકે છે. આવો જાણીએ લકી નંબર અનુસાર કયા લકી રંગનું પર્સ રાખવું જોઈએ.

લકી નંબર 1 વાળાઓ માટે લાલ રંગનું પર્સ કે વૉલેટ ખૂબ સારું સાબિત થઈ શકે છે. ગુડ લક માટે આમાં તાંબાનો સિક્કો પણ રાખી શકો છો.

લકી નંબર 2 વાળાઓએ સફેદ રંગનું પર્સ ખિસ્સામાં રાખવું જોઈએ. સાથે જ શુભ ફળ મેળવવા માટે તેમાં ચાંદીનો સિક્કો પણ રાખવો જોઈએ.

લકી નંબર 3 વાળાઓ માટે મહેંદી રંગનું પર્સ સારું છે. સાથે જ ધન લાભ માટે પર્સમાં એક ગોલ્ડન ફૉઈલનો ત્રિકોણનો ટૂકડો પણ રાખી શકો છો.

લકી નંબર 4 વાળાઓ માટે આસમાની રંગનું પર્સ રાખવું સારું સાબિત થઈ શકે છે. પૈસા સાથે જોડાયેલા ફાયદાઓ મેળવવા માટે પર્સમાં લીલા સફેદ રગંનો રૂમાલ રાખી શકો છો.

લકી નંબર 5 વાળાઓ માટે લીલા રંગનું પર્સ લકી સાબિત થશે. આ સાથે તમારા પર્સમાં મની પ્લાન્ટનો એક પાંદળું રાખશો તો પણ શુભ સાબિત થશે.

લકી નંબર 6 વાળાઓ માટે ચમકીલા સફેગ રંગનું પર્સ શુભ રહેશે. પર્સમાં એક પીતળનો સિક્કો પણ રાખો, જેનાથી ફાયદો થશે.

લકી નંબર 7 વાળાઓ માટે બહુરંગી એટલે કે મલ્ટીકલર પર્સ રાખવું સારું રહેશે. પર્સમાં ચાદીની માછલી રાખવાથી વધુ ફાયદો થઈ શકે છે.

લકી નંબર 8 વાળાઓ માટે બ્લ્યૂ એટલે કે વાદળી રંગનું પર્સ રાખવું ફાયદાકારક સાબિત થશે. આ નંબરવાળા લોકો પર્સમાં વાદળી રંગનો રૂમાલ પણ રાખી શકે છે.

લકી નંબર 9 વાળા લોકો પોતાના ખિસ્સામાં નારંગ રંગનું પર્સ રાખી શકે છે. આ પર્સમાં પીતળનો સિક્કા રાખવાથી વધુ ફાયદો મળી શકે છે.

You cannot copy content of this page