Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપુતના નામમાં જ છુપાયું હતું તેની માતાનું નામ, આ રીતે થયો ખુલાસો

સુશાંત તેની સ્વર્ગીય માતાને ખૂબ પ્રેમ કરતો હતો, જેના કારણે તેને પોતાના નામથી પણ પ્રેમ હતો. આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે, મારા નામમાં જ મારી માતાનું નામ છુપાયેલું છે. આ વાતનો ખુલાસો તેણે સોશિયલ મીડિયા પર પોતાના એક ચાહકના પ્રશ્નનો જવાબ આપતા કર્યો, જેનો સ્ક્રીનશોટ આજકાલ વાયરલ થઈ રહ્યો છે.

સ્ક્રીનશોટ મુજબ, ચાહકે સુશાંતને તેના નામનો અર્થ પૂછ્યો હતો, જેના પર સુશાંત કહે છે, “તેનો અર્થ દરેક વસ્તુનો અર્થ હોઈ શકે છે.” પણ સૌથી સારી વાત એ છે કે મારા નામના મધ્ય ભાગમાં એટલે કે હ્રદયમાં મારી માતાનું નામ એટલે કે ‘ઉષાં’ (s’USHA’nt)પણ આવે છે. શું અદભૂત વાત છે. ‘

માતાને છેલ્લી ઇન્સ્ટા પોસ્ટમાં યાદ કરી હતી
સુશાંતે 14 જૂને મુંબઇના તેના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેના 11 દિવસ પહેલા એટલેકે, 3 જૂને તેણે ઈંસ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ શેર કરી હતી.

જેમાં તેણે માતા અને તેનો ફોટો શેર કરતાં લખ્યું કે,” અસ્પષ્ટ અતીત આંસુઓનાં રૂપમાં વરાળ બનીને ઉડી રહ્યુ છે, સ્મિત કોતરતા અસીમિત સપનાઓ અને જીવનનું કોઈ ઠેકાણું નથી, બંનેની વચ્ચે સામંજસ્ય કરી રહ્યુ છે, મા.”

સુશાંતની માતાનું 2002 માં અવસાન થયું હતું. જાન્યુઆરી, 2016 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે તેને તેમના જીવનની સૌથી દુખદ ક્ષણ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, ‘તે ભયાનક લાગણી હતી, જે હજી પણ ડરાવે છે.

પરિવારના કોઈ સભ્યના મૃત્યુ સાથે આ મારી પહેલો સામનો હતો. જ્યારે આ પ્રકારની વસ્તુઓ થાય છે, ત્યારે તમને બધું ક્ષણિક લાગે છે. આ ઘટનાએ મારી અંદર કંઈક બદલી નાખ્યું. હું તે જ વ્યક્તિ નથી જે તે જતા પહેલા હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page