Only Gujarat

Bollywood FEATURED

‘આશિકી’ ફેમ રાહુલ રોયના જીવનમાં આવી ત્રણ ત્રણ સ્ત્રીઓ, છતાં આજે છે એકલો અટૂલો

વર્ષ 1990માં બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તમામ સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ બની હતી. ખાન ત્રિપુટીએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આ દરમિયાન એક એવી ફિલ્મ આવી હતી. જેણે રોમાન્સની પરિભાષા જ બદલી અને લોકોના દિલ પર રાજ કર્યું હતું. આ ફિલ્મ હતી ‘આશિકી’.

આ ફિલ્મમાં રાહુલ રૉય અને અનુ અગ્રવાલનો રોમાન્સ જોવા મળ્યો હતો. આ બંનેને લોકોએ ખૂબ જ પસંદ કર્યાં હતાં. ફિલ્મ ‘આશિકી’ના એક્ટર રાહુલ રૉય પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો છે. આ અવસરે અમે તેમની પર્સનલ લાઇફ વિશે જણાવીએ.

સિલ્વર સ્ક્રીન પર તો રાહુલ રૉય ભલે પોતાના રોમાન્સનો જાદુ ચલાવ્યો અને ફિલ્મ ‘આશિકી’થી લોકોના દિલમાં છવાઈ ગયા હતાં, પણ પોતાની પર્સનલ લાઇફમાં તેમણે ઘણાં ઉતાર-ચઢાવ જોયા હતાં.

રિપોર્ટ મુજબ, એક સમયે પૂજા ભટ્ટ અને મનીષા કોઈરાલા જેવી એક્ટ્રસ સાથે રાહુલ રૉયનું અફેર હતું, પણ તેમણે લગ્ન રાજલક્ષ્મી ખાનવિલકર સાથે કર્યાં હતાં. રાજલક્ષ્મીના પહેલાં પોપ્યુલર એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યાં હતાં અને તેમના છૂટાછેડા થઈ ગયાં હતાં.

વર્ષ 1998માં રાહુલ રૉય અને રાજલક્ષ્મી મુંબઈની એક પાર્ટીમાં મળ્યાં હતાં. બેને વચ્ચે પ્રેમ વધ્યો અને વર્ષ 2000માં રાહુલ અને રાજલક્ષ્મીએ લગ્ન કરી લીધા હતાં. રાહુલ રૉયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મારા દિલમાં તેમના માટે ખૂબ જ માન-સન્માન હતું. તે મને ત્યારે નહોતી મળી જ્યારે મારું કરિયર પીક પર હતું. તે મને ત્યારે મળી જ્યારે મારું કરિયર ઢળી રહ્યું હતું.’

રાહુલ રૉયે વધુમાં કહ્યું કે, ‘અમારો સંબંધ વધુ સારો હતો. મારાથી 11 વર્ષ નાની હોવા છતાં પણ તેને મને સંભાળ્યો હતો. અમે લોકો સાથે સમય પસાર કરવા માગતાં હતાં પણ, એવું થયું નહીં. તે ઓસ્ટ્રેલિયામાં તે સમયે સ્પા અને સલૂન ચલાવતી હતી. તેનો મોટાભાગનો સમય ત્યાં પસાર થતો હતો. હું ત્યાં વર્ષમાં ચારવાર જતો હતો અને તે જ્યારે ભારત આવતી હતી ત્યારે ઓછામાં ઓછો એક મહિનો રોકાતી હતી.’

ઉલ્લેખનીય છે કે, રાહુલ રૉય અને રાજલક્ષ્મીનો સંબંધ 14 વર્ષ સુધી ચાલ્યો હતો, પણ પછી બંને અલગ થઈ ગયાં હતાં. બંનેને જીવનથી અલગ અપેક્ષા હતી તેવી વાત સામે આવી હતી.

રાહુલે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમે પોતાની સહમતીથી એક બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. રાજલક્ષ્મી હંમેશા મારા દિલની નજીક રહેશે. તે મારા વિશે એવું અનુભવ કરે છે. તેમનો પરિવાર આજે પણ મારો પરિવાર છે. હું હંમેશા તેમના સપોર્ટમાં રહીશ.’

You cannot copy content of this page