Only Gujarat

Bollywood

ખૂબ દયાળું સ્વભાવનો હતો સુશાંત, વૃદ્ધા સામે નીચે બેસીને લીધા હતા આશીર્વાદ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતને વિજ્ઞાન, ચંદ્ર અને સ્ટારમાં ખૂબ જ રસ હતો. આ માટે તેમણે ટેલિસ્કોપ પણ ખરીદ્યું હતું જેમાં તે બીજા ગ્રહોને જોઈ શકતાં હતાં. સુશાંત સિંહ રાજપુતના નિધન પછી અનેક ફોટો અને વીડિયો તેમના ફેન્સ શેર કરી રહ્યા છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપુતનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપુત વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયા ત્યારે એક વૃદ્ધા વ્હીલ ચેર પર બેઠાં હતાં. સુશાંત સિંહ રાજપુત તે વૃદ્ધા સામે નીચે બેસી ગયા અને વાત કરવા લાગ્યા હતાં. થોડીવાર પછી તે વૃદ્ધાનો હાથ લઈ સુશાંતે માથા પર આશીર્વાદ આપવા માટે મૂકાવ્યો હતો.

સુશાંત સિંહ રાજપુતની વૃદ્ધાશ્રમની મુલાકાત ખૂબ જ ભાવુક કરનારી હતી. સુશાંત સિંહ રાજપુતની આ મુલાકાત પરથી કહી શકાય કે, સુશાંત જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા. આ પહેલાં પણ સુશાંતના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં તેઓ ગરીબ બાળકોને મળતાં જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ જે મલ્ટિપ્લેક્ષમાં રિલીઝ થઈ હતી. નિતેશ તિવારીના દિગદર્શનમાં બનેલી આ ફિલ્મ સ્યૂસાઇડ અને ડિપ્રેશન પર બનાવવામાં આવી હતી, પણ રિઅલ લાઇફમાં સુશાંત સિંહ રાજપુત તેમાંથી બહાર આવી શક્યા નહીં. સુશાંત સિંહ રાજપુત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યા હતાં.

સુશાંત સિંહ રાજપુતે 14 જૂને મુંબઈ સ્થિત બાંદ્રામાં તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેમના નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝ્મ અને ગ્રુપવાદ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રુપવાદને લીધે સુશાંત સિંહ રાજપુત પાસેથી 7 ફિલ્મો છીનવી લેવામાં આવતા તે ડિપ્રેશનમાં હતો.

You cannot copy content of this page