Only Gujarat

Bollywood

ભાઈ-ભત્રીજાવાદથી પરેશાન થઈ ગઈ હતી પ્રિયંકા, ભાવુક થઈને ખોલી હતી બોલિવૂડની પોલ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝ્મ પર મોટી ચર્ચા થઈ રહી છે. દરેક સગાવાદને લઈ કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂરને ઘેરી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપરાના એક ઇન્ટર્વ્યૂનો જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ ઇન્ટર્વ્યૂમાં પ્રિયંકા ચોપરા બોલિવૂડના નેપોટિઝ્મ વિશે તેમના કરિયરના શરૂઆતના દિવસોમાં જે સમસ્યાઓ આવી તેના વિશે જણાવી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરા તેમના જૂના ઇન્ટર્વ્યૂને લીધે અત્યારે ચર્ચામાં છે. આ ઇન્ટર્વ્યૂમાં પ્રિયંકાએ તેમની સાથે થયેલી એક ઘટના વિશે જણાવતા કહ્યું કે, ‘તેમના હાથમાંથી ફિલ્મ કેવી રીતે છીનવી લેવામાં આવી અને કેવી રીતે બીજાને આપી દીધી.’

પ્રિયંકા ચોપરાના એક ઇન્ટર્વ્યૂનો જૂનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા નેપોટિઝ્મના મુદ્દા પર વાત કરી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા આ ઇન્ટર્વ્યૂમાં એમ પણ કહે છે કે, ‘જેમને એક્ટિંગ વારસામાં મળી છે, તે પરિવારમાં જન્મ લેવો કોઈ ખોટી વાત નથી.’

પ્રિયંકા ચોપરાં સ્ટાર કિડ્સ અને આઉટસાઇડર્સને કહે છે કે, ‘જેમનો બોલિવૂડ સાથે પહેલાથી કોઈ સંબંધ ન હોય તેમના માટે આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી ખૂબ જ મુશ્કેલ છે.’ તો, સ્ટાર કિડ્સ વિશે પ્રિયંકા વધુમાં કહે છે કે, ‘સ્ટાર કિડ્સ પર પરિવારનું નામ બનાવી રાખવાનું પ્રેશર હોય છે અને તેમનું માનવું છે કે દરેક એક્ટરની પોતાની અલગ-અલગ જર્ની હોય છે.’

પ્રિયંકા ઇન્ડસ્ટ્રીમાં કરિયરના શરૂઆતના દિવસોની મુશ્કેલી વિશે વાત કરતાં કહે છે કે, ‘તેમને અનેક ફિલ્મમાંથી એટલા માટે કાઢી મૂક્યા હતા. કેમ કે, તેના માટે કોઈ બીજાને રેકમ્ન્ડ કરવામાં આવ્યા હતાં. તે ખૂબ જ રડ્યા, પણ પ્રિયંકાએ ખુદને સંભાળી અને તેના પર કાબૂ મેળવી લીધો.’

ઇન્ટર્વ્યૂમાં પ્રિયંકા કહે છે કે, ‘ભલે તેમને અસફળ થવાનો ડર નહોતો, પણ જ્યારે તેમની સાથે આવું થતું ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવતો હતો.’ પ્રિયંકા ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન વિશે વાત કરતાં આગળ કહે છે કે, ‘સેલિબ્રિટીની લાઇફ તેમને મેરેથોન રેસ જેવી લાગે છે, જેના પર અનેક પ્રકારની જવાબદારીઓ હોય છે.’ પ્રિયંકાએ કહ્યું કે, ‘કેવી રીતે જ્યારે એક સેલિબ્રિટીની તબિયત ખરાબ થઈ જાય છે ત્યારે સેટ પર કામ કરનારા 300 લોકોને તે દિવસના રૂપિયા મળતા નથી.’

પ્રિયંકા ચોપરાએ નેપોટિઝ્મ અને બોલિવૂડને જોડી કહ્યું કે, ‘આ બંને સાથે ચાલે છે, પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં એવા એક્ટર સામે આવ્યા છે, જે આને તોડી સફળ રહ્યા છે. તે એક્ટર્સે પોતાની અલગ ઓળખ બનાવી છે અને હું પણ પ્રયત્ન કરી રહી છું.’ પ્રિયંકા ચોપરાએ શરૂઆતના દિવસો વિશે વાત કરતાં કહ્યું કે, ‘તેમના માટે તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. તે કોઈને જાણતી નહોતી. જ્યારે તેમણે એન્ટ્રી કરી ત્યારે દરેક એકબીજાના ફ્રેન્ડ હતા. તે નેટવર્કિંગમાં ખૂબ જ સારી નહોતી. વધારે પાર્ટીમાં જતી નહોતી. જેને લીધે તે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ પછી તેમણે સત્યનો સ્વીકાર કર્યો અને નિર્ણય કર્યો કે, આ બધાથી ડરવાની જરૂર નથી.’

You cannot copy content of this page