Only Gujarat

Bollywood FEATURED

વડોદરામાં ચલાવી લારી, પટાવાળા તરીકે કર્યું કામ, આજે ધર્મેશ સર તરીકે છે લોકપ્રિય

ડાન્સર, કોરિયોગ્રાફર અને એક્ટર ધર્મેશ યેલાંડેનું માનીએ તો 19 વર્ષની ઉંમરમાં આર્થિક તંગીના કારણે તેણે પોતાની કૉલેજ છોડીને ચપરાસીની નોકરી કરવી પડી હતી. એટલું જ નહીં, તેમના પિતા આજે પણ ચાની દુકાન ચલાવે છે. ડાંસ ઈન્ડિયા ડાંસની બીજી સિઝનમાં સ્પર્ધક તરીકે નજર આવેલા ધર્મેશ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી રહ્યા હતા.

પાપાએ અમારી સ્કૂલ ફી માટે પાઈ-પાઈ બચાવી
હ્યુમન્સ ઑફ બૉમ્બે સાથેની વાતચીતમાં ધર્મેશે કહ્યું કે, અમારી જિંદગી ત્યારે પલટાઈ જ્યારે મ્યુનિસિપાલિટીવાળાએ પાપાની દુકાન તોડી નાખી. એટલે તેમણે એક ચાની દુકાન ખોલી અને દિવસના 50 થી 60 રૂપિયા કમાવા લાગ્યા. ચાર લોકોના પરિવારનું પેટ ભરવું મુશ્કેલ હતું. પરંતુ પાપાએ હંમેશા કહ્યું કે- અભ્યાસ ક્યારેય ન છોડવો જોઈએ. તેમણે અમારી સ્કૂલ ફી માટે પાઈ-પાઈ બચાવી.

આર્થિક તંગીમાં પણ પાપાએ રાખ્યું ટેલેન્ટનું ધ્યાન
ધર્મેશના કહેવા પ્રમાણે, આર્થિક તંગી છતા તેના પિતાએ તેના ટેલેન્ટનું ધ્યાન રાખ્યું અને જ્યારે છઠ્ઠા ધોરણમાં ડાન્સ સ્પર્ધામાં જીત્યા તો તેને ડાન્સ ક્લાસ મોકલ્યા.

તેઓ કહે છે કે, પરંતુ માટે ગ્રેડ ઓછા થઈ ગયા. હું 19 વર્ષનો હતો, જ્યારે મે કૉલેજ છોડી દીધી. મે ચપરાસીની નોકરી શરૂ કરી અને બાળકોને ડાન્સ શિખવાડતો હતો. હું 1600 રૂપિયા મહિને કમાતો હતો. જે બાદ હું ડાન્સ પ્રેક્ટિસ માટે જતો હતો. પરંતુ જેવો હું સીનિયર બેચમાં પહોંચ્યો તો મે નોકરી છોડી દીધી અને તમામ સમય ડાન્સને આપવા લાગ્યો. પછી મે એક ફિલ્મના સેટ પર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું. હું જાણતો હતો કે હું ક્યાં જવાનો છું.

બૂગી વૂગી જીતતા મળ્યા પાંચ લાખ
પોતાનું સપનું પુરું કરવા માટે ધર્મેશ મુંબઈ આવી ગયો. તેણે ડાન્સ રિયાલિટી શો બૂગી વૂગી જીત્યો, જેના પ્રાઈઝ મનીના રૂપમાં પાંચ લાખ રુપિયા મળ્યા. પરંતુ જ્યાં સુધી તેને ફિલ્મોમાં લીડ રોલ ન મળ્યો. બે વર્ષ બાદ પૈસા ખતમ થયા તો તેઓ ઘરે પાછા આવી ગયા. કેટલાક મહિના બાદ તેણે ડાંસ ઈન્ડિયા ડાંસ માટે ઑડિશન આપ્યું. તે આ ટ્રૉફી ન જીતી શક્યા. પરંતુ રાતોરાત તેમને એટલી પ્રસિદ્ધી મળી કે તેને કોરિયોગ્રાફી અને ડાન્સ શોમાં ગેસ્ટ અપીરીયન્સના ઑફર મળવા લાગ્યા.

‘ABCD’એ પૂર્ણ કર્યું એક્ટર બનવાનું સપનું
ધર્મેશનું એક્ટર બનવાનું સપનું રેમો ડિસૂઝાની ફિલ્મ ‘ABCD: Any Body Can Dance’થી પૂર્ણ થયું. જે બૉક્સ ઑફિસ પર સ્લીપર હિટ સાબિત થઈ.

તેઓ કહે છે કે, મારી કમાણીથી મારા પરિવાર માટે ઘરે ખરીદ્યું. પરંતુ પાપા અત્યારે પણ ત્યાં જ ચાની દુકાન ચલાવે છે. મે તેમને કહ્યું કે તમારે હવે વધુ કામ કરવાની જરૂર નથી. પરંતુ તેમણે દુકાન બંધ કરવાની ના પાડી દીધી. મને લાગે છે કે ક્યારેય હાર ન માનવાનું તેમનું વલણ મે તેમની પાસેથી જ અપનાવ્યું છે. કારણ કે મે મુશ્કેલીઓ છતા મારા દિલનું સાંભળ્યું.

સફળતા 0 કિમીથી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ
આ વર્ષની શરૂઆતમાં ધર્મેશ વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુદેવા સ્ટારર સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવામાં આવ્યા હતા. તેમની આગામી ફિલ્મ સફળતા 0 કિમી છે. જેના માધ્યમથી તેઓ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરશે.

You cannot copy content of this page